રાષ્ટ્રીય

ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બલૂચ બળવાખોરો દ્વારા ૮ પાકિસ્તાની મજૂરોની હત્યા

ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બલૂચ બળવાખોરો દ્વારા આઠ પાકિસ્તાની મજૂરોની હત્યા કરવામાં આવી હતી. આ બધાજ મજૂરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા.
મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે મેહરિસ્તાન જિલ્લામાં બની હતી. બાદમાં બલુચિસ્તાન નેશનલ આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી. તેઓએ સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં કાર રિપેર વર્કશોપમાં કામ કરતા કામદારો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. બળવાખોરો એક કાર રિપેર વર્કશોપમાં ઘૂસી ગયા. તેઓએ પહેલા ત્યાં કામ કરતા મજૂરોના હાથ-પગ બાંધી દીધા અને પછી તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ દરમિયાન આઠ મજૂરોના મોત થયા.
પાકિસ્તાને આઠ મજૂરોની હત્યાને અમાનવીય અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે અને આ મામલાની તપાસ માટે ઈરાન પાસેથી સંપૂર્ણ સહયોગની માગ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે પાકિસ્તાન ઈરાનમાં આપણા નાગરિકોની અમાનવીય અને કાયરતાપૂર્ણ હત્યાની નિંદા કરે છે. અમને આશા છે કે ઈરાન આ મામલાની તપાસમાં અમને સંપૂર્ણ સહયોગ કરશે.
બલૂચ બળવાખોરો માત્ર પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગ કરી રહ્યા નથી પરંતુ તેઓ તેમની જમીન પર ચીનના પ્રોજેક્ટ્સનો પણ વિરોધ કરી રહ્યા છે. બલૂચ લોકો કહે છે કે ચીન તેમના સંસાધનોને લૂંટી રહ્યું છે. બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જાેડતા ઝ્રઁઈઝ્ર પ્રોજેક્ટ્સ પર કામ કરતા ચીની કામદારો પર પણ અનેક હુમલાઓ કર્યા છે.
બલુચિસ્તાન એક સંસાધનોથી સમૃદ્ધ પ્રદેશ છે, જે કુદરતી ગેસ, કોલસો, તાંબુ અને અન્ય કિંમતી ખનિજાેનું ઘર છે. બલૂચ લોકો માને છે કે પાકિસ્તાન અને ચીન મળીને આ ખનિજાેની લૂંટ ચલાવી રહ્યા છે અને બલૂચ લોકોનું શોષણ થઈ રહ્યું છે.

Related Posts