દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, ૩ દિવસમાં ૯૦૦ ફ્લાઈટ્સ લેટજમ્મુ-કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની અસર વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે ૮ અને બિહારમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશના ૧૪ રાજ્યોમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ જાેવા મળી રહ્યું છે. શનિવારે દિલ્હીમાં ૯ કલાક સુધી ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. છેલ્લા ૨ દિવસમાં અહીં ૮૦૦થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે. રવિવારે સવારે પણ ૧૧૪ ફ્લાઈટ સમયસર ઉડી શકી ન હતી. એટલે કે ૩ દિવસમાં ૯૦૦થી વધુ ફ્લાઈટને અસર થઈ છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હાલમાં ઠંડીથી રાહત મળી છે. રવિવારે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. તેમજ, મધ્યપ્રદેશમાં ૨ દિવસ પછી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે કાશ્મીર અને ચિનાબ ઘાટીમાં ભારે હિમવર્ષા થવાની આગાહી કરી છે. તેમજ, હિમાચલ પ્રદેશના ૭ જિલ્લામાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડી હોવા છતાં, શિમલા છેલ્લા ૧૯ વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી ગરમ રહ્યું. શુક્રવારે અહીં સૌથી વધુ મહત્તમ તાપમાન ૨૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અગાઉ ૨૦૦૬માં સૌથી વધુ મહત્તમ તાપમાન ૨૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે રવિવારે શિમલા, કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ, ચંબા, કાંગડા, કુલ્લુ અને મંડીમાં હિમવર્ષા અને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ૫ અને ૬ જાન્યુઆરીએ રાજ્યના ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં ૭ જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા છે. ૮મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે.
Recent Comments