fbpx
ગુજરાત

9 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓથી સજ્જ ગ્રંથનિર્માણના વાંચનાલયનું કરાયું લોકાર્પણ

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો તેમજ અન્ય વાંચક વર્ગ શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન કરી શકે તેવા હેતુથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા રૂ. 9 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓથી સજ્જ ગ્રંથનિર્માણના વાંચનાલયનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાધાણીના હસ્તે અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.   

આ લોકાર્પણ વેળાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, પુસ્તક એ સાચો મિત્ર છે અને પુસ્તક એ આપણી જરૂરિયાત છે. જીવનની કારકીર્દી બનાવવામાં પુસ્તક હર હંમેશ ઉપયોગી નીવડે છે ત્યારે ‘ગ્રંથમંદિર’ માંથી વિદ્યાર્થી અને શાળાઓ તેમજ વિક્રેતાઓને પાઠ્યપુસ્તકો સરળતાથી મળશે તેમજ નજીવા દરે વાંચનાલયનો ઉપયોગ કરી શકશે.  

આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ સ્પેશિયલ વિકલાંગ ખેલ મહાકુંભમાં અમદાવાદ જીલ્લા લેવલે વ્હીલચેર હર્ડલ રેસમાં ગોલ્ડ મેડલ અને રાજ્ય કક્ષા સ્પેશિયલ વિકલાંગ ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ વિજેતા નીતાબેન પંચાલ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સિદ્ધિઓ વિષે જાણી તેમને શુભકામનાઓ પાઠવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.   ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી એ સહ ઉચ્ચ શિક્ષણની યોજનાઓ તથા યુનિવર્સિટી સંલગ્ન બાબતો અને અન્ય શૈક્ષણિક વહીવટી બાબતો અંગે સમીક્ષા કરી હતી.  

Follow Me:

Related Posts