લીલીયા તાલુકા ના શ્રી અંટાલિયા મહાદેવ રામજી મંદિર ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ માં ૯૧ લોકો એ નેત્રનિદાન કરાવ્યુ હતુ. માનવતા ની જ્યોત નેત્રયજ્ઞ કેમ્પ માં સુરત થી દિનેશભાઈ જોગાણી વીરપુર
(ઉપપ્રમુખ લોક દ્રષ્ટ્રી ચક્ષુ બેંક) સેવા આપી હતી આ નેત્રયજ્ઞ માં કાયમી સહયોગી જયંતિભાઈ બાબરીયા અને ધનજીભાઈ રાખોલીયા (ભગત) હાલ સુરત ના સૌજન્ય થી જ્યોત જળહલે છે અમરેલી, લાઠી, લીલીયા, સાવરકુંડલા, દામનગર, ગારીયાધાર ની આસપાસ ના ગામ ના લોકો ની નેત્ર સુરક્ષા જળવાઈ રહે તેવા ઉમદા હેતુ થી આ સેવા યજ્ઞ ચાલે છે. અંટાળિયા મહાદેવ રામજી મંદિર ના પ્રમુખ શ્રી નાનુભાઈ હરિપર અને વિઠ્ઠલભાઈ માંડલીયા અને તમામ ટ્રસ્ટીગણ સર્વ સમાજ ના લોકો ને આ નેત્રયજ્ઞ નો લાભ લેવા અપીલ કરે છે. દર મહિનાના પહેલા રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી આંખ ની તકલીફ ભોગવતા લોકો ને શ્રી અંટાળિયા મહાદેવ મંદિર પરિસર ગામ લાઠી લીલીયા રોડ પર નેત્રયજ્ઞ મા નેત્ર નિદાન કરી મોતિયા ના દર્દી ને વિના મૂલ્યે ઓપરેશન લેન્સ મૂકી ને સુદર્શન નેત્રાલય અમરેલી મા સારવાર આપવામા આવે છે. નેત્ર પત્યારોપણ માટે સુરત ની લોક દ્રષ્ટ્રિ ચક્ષુબેંક પ્રમુખ ડોક્ટર પ્રફુલ્લભાઈ શિરોયા ના માર્ગદર્શન હેઠળ કરાય છે

















Recent Comments