ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર ૧૮૮.૧૮ મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો ૮૨.૬૨% છે. જાેકે, છેલ્લા ૨૪ કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને ધ્યાને રાખી આજે પણ સાબરમતી નદીને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
સંત સરોવર ખાતે હેઠવાસમાં હાલ ૯૬૨૩૪ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.જેના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે.
સંત સરોવર ખાતે ૯૬૨૩૪ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડાયો

Recent Comments