fbpx
રાષ્ટ્રીય

પીએમઆઇ ઇન્ડેકસ નવેમ્બરમાં ઘટીને ૫૬.૩ થયો જે ઓકટોમ્બરમાં ૫૮.૯ હતોઔદ્યોગિક ક્ષેત્રે મંદીઃ નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ PMI ૩ માસને તળિયે

એમઆઈનો ૫૦ ટકાથી વધુનો આંકડો વૃદ્ધિ જ્યારે તેનાથી નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે

દેશની મેન્યુફેક્ચરિંગ પ્રવુતિમાં ફરીવાર ઘટાડો નોંધાયો છે. કારખાના ઓર્ડર,નિકાસ અને ખરીદીમાં ઘટાડાને અકરને દેશની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નવેમ્બરમાં ત્રણ માસના તળિયે પહોંચી ગઈ છે. આજે જારી કરવામાં આવેલ એક માસિક સર્વેમાં આ માહિતી મળી છે. આઈએચએસ માર્કિટ ઇન્ડિયાનો પીએમઆઇ ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને ૫૬.૩ થઇ ગયો છે જે ઓક્ટોમ્બરમાં ૫૮.૯ હતો.આ ત્રણ માસનું સૌથી નીચલું સ્તર છે. આ આંકડાઓથી માહિતી મળે છે કે દેશમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી મજબૂત બની છે જાેકે નવેમ્બરમાં તેની ઝડપ ઘટી છે. પીએમઆઈનો ૫૦ ટકાથી વધુનો આંકડો વૃદ્ધિ જ્યારે તેનાથી નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે.
આઈએચએસ માર્કિટના એસોસિએટ નિદેશક (ઇકોનોમિક્સ) પોલિયાના ડિ લિમાએ કહ્યું છે કે ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર સુધારાના સાચા માર્ગ પર છે. નવેમ્બરમાં પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નવા ઓર્ડરો અને ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ થઇ છે.લિમાએ કહ્યું હતું કે મેન્યુફેક્ચરીગ એક્ટિવિટીના વિસ્તાર દરમાં ઘટાડો થવો તે ઝાટકો નથી. આ આંકડો ઓક્ટોમ્બરના આશરે એક દશકના ઉચ્ચસ્તર બાદ થોડો નીચે આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના કેસોમાં વધારો અને તેને કારણે સંભવિત લોકડાઉનથી આ સુધારો પ્રભાવિત થઇ શકે છે. સર્વે અનુસાર નવેમ્બરમાં નવા ઓર્ડરોનું વૃદ્ધિની ઝડપ ત્રણ માસમાં સૌથી ઓછી રહી છે. લીમાએ કહ્યું હતું કે કંપનીઓનું કહેવું છે કે નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીના વૃદ્ધિમાર્ગમાં રોગચાળો સૌથી મોટો અવરોધ બન્યો હતો.
કોરોના વાયરસને કારણે પેદા થયેલ અનિશ્ચિતતાથી કારોબારી વિશ્વાસ પણ ઘટ્યો છે.સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગળ ઉત્પાદનમાં વૃદ્ધિનું અનુમાન છે પરંતુ જાહેર નીતિઓને લઈને ચિંતા,રૂપિયામાં ઘટાડો અને કોરોના રોગચાળાને કારણે થોડો વિશ્વાસ ઘટ્યો છે. બીજી તરફ બેરોજગારીની સમસ્યા પણ વધી રહી છે કેમ કે કંપનીઓએ છટણી ચાલુ રાખી છે.
આ વચ્ચે ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યસ્થામાં ઘટાડાની ઝડપ ઘટીને ૭.૫ ટકા રહી ગઈ છે. પ્રથમ ક્વાર્ટર દરમિયાન ભારતીય અર્થવ્યસ્થામાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો હતો.

Follow Me:

Related Posts