બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાને અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાને લઈ ઈન્વેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગ પછી હવે યુએસએ ટી-૨૦ લીગમાં પણ ટીમ ખરીદશે. તે લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સ ટીમનો માલિક બનશે.
અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઈઝએ પણ નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝમાં ઈન્વેસ્ટ કરવાની વાત કન્ફર્મ કરી છે. અમેરિકન ટી-૨૦ લીગમાં ૬ ટીમ હશે.
આ ટીમો ન્યૂયોર્ક, સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી, શિકાગો, ડલાસ અને લોસ એન્જેલસ હશે. સૂત્રો અનુસાર, આ ટૂર્નામેન્ટ ૨૦૨૨માં શરૂ થશે. શાહરુખ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સીપીએલમાં ત્રિનિદાદ એન્ડ ટોબેગો નાઈટ રાઈડર્સ ટીમના માલિક છે. કેકેઆર બે વાર ૨૦૧૨ અને ૨૦૧૪માં ટાઇટલ જીતી, જ્યારે ટીકેબી ૪ વાર ૨૦૨૦, ૨૦૧૮, ૨૦૧૭ અને ૨૦૧૫માં સીપીએલ ચેમ્પિયન રહી છે.
તાજેતરમાં જ શાહરુખે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અમે નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝને ગ્લોબલ રીતે આગળ વધવાની તક શોધી રહ્યા છીએ. એને લીધે જ અમે યુએસએમાં શરૂ થનાર ટી-૨૦ લીગ ઓર્ગેનાઇઝર્સના સંપર્કમાં પણ હતા. હું તમને જણાવી દઉં કે દુનિયામાં ક્યાંયપણ મોટી ક્રિકેટ લીગ થાય, અમે ત્યાં ઈન્વેસ્ટ કરવાની તક શોધીશું.
શાહરુખ ખાન યુએસએ ટી-૨૦ લીગમાં લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સનો માલિક બનશે

Recent Comments