દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકને મળ્યું સન્માન મહારાષ્ટ્રના પ્રાથમિક શિક્ષકે જીત્યો ‘ગ્લોબલ ટીચર પ્રાઈઝ’ એવોર્ડ, મળ્યા ૧૦ લાખ ડૉલર
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લા પરિષદ સ્કૂલના એક પ્રાઇમરી શિક્ષકે ૭ કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે. રણજીત સિંહ ડિસલેને ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે પસંદ થતા આ મોટી ઇનામી રકમ મળી છે. પહેલી વખત કોઇ ભારતીયને દુનિયાના સર્વશ્રેષ્ઠ ટીચર હોવાનું સમ્માન પ્રાપ્ત થયું છે.
યુનેસ્કો અને લંડન સ્થિત વર્કી ફાઉન્ડેશન દ્વારા અપાતા ગ્લોબલ ટીચર પ્રાઇઝની જાહેરાત ગુરૂવાર ૩ ડિસેમ્બરના રોજ થઇ. સોલાપુર જિલ્લાના પતિતેવાડી ગામમાં શાળાના શિક્ષક રણજીતસિંહ ડિસલે એ આ પુરસ્કાર જીતી લીધો. લંડનના નેચુરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં સંપન્ન થયેલા સમારંભમાં સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સ્ટીફન ફ્રાય એ આ પુરસ્કારની જાહેરાત કરી.
દુનિયાના ૧૪૦ દેશોના ૧૨ હજારથી વધુ ટીચર્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોરોનાની મહામારીની વચ્ચે ગામના બાળકોએ અભ્યાસ ચાલુ રાખવા અને છોકરીઓને શિશ્રણ સુનિશ્ચિત કરવા માટે તેમને આ પુરસ્કાર મળ્યો છે. છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને ભારતમાં ત્વરિત-પ્રતિક્રિયા કોડિત પાઠ્યપુસ્તક ક્રાંતિને ગતિ આપવાના પ્રયાસોના લીધે રણજીત સિંહને આ ઇનામ મળ્યું.
૨૦૧૪મા વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયાભરમાંથી ૧૦ ફાઇનલિસ્ટ પસંદ કરાયા. આ પુરસ્કાર એવા વિલક્ષણ શિક્ષકને અપાય છે જેમણે પોતાના શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી તેમજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ આ ઉપલ્બધિ માટે અભિનંદન પાઠવ્યા.
રણજીત સિંહ ડિસલે એ ઇનામી રકમમાં ૫૦ ટકા રકમ અંતિમ તબક્કા સુધી પહોંચાડનાર ૯ બીજા ટીચર્સની સાથે વહેંચવાની જાહેરાત કરી છે. તેના લીધે હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશીપ દ્વારા અભ્યાસ કરવાની તક મળશે. આ સમારંભ વર્ચુઅલ આયોજીત કરાયો હતો.
Recent Comments