દેશમાં કુલ કોરોના કેસ ૯૬ લાખને પારઃ મૃત્યુઆંક ૧.૪૦ લાખથી વધુ
દેશમાં કેટલાક રાજ્યોને બાદ કરતા કોરોનાની સ્થિતિમાં સુધારો જાેવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૬,૦૧૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો ૯૬,૪૪,૨૨૨ પર પહોંચ્યો છે. જેમાંથી ૪,૦૩,૨૪૮ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે ૯૧,૦૦,૭૯૨ દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી ૪૮૨ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૪૦,૧૮૨ થયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ ૧૪,૬૯,૮૬,૫૭૫ નમૂનાનું પરીક્ષણ કરાયું છે. જેમાંથી ૧૧,૦૧,૦૬૩ ટેસ્ટિંગ ગઈ કાલે કરાયા હતા.
Recent Comments