સારા અલી ખાને જિમમાં ટ્રેનર સાથે ઈન્ટેન્સ વર્કઆઉટનો વીડિયો કર્યો શેર
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની ફિટનેસનું ખૂબજ ધ્યાન રાખે છે. સારા અવારનવાર પોતાના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ જિમમાં વર્કઆઉટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના ટ્રેનર સાથે જબરજસ્ત વર્કઆઉટ કરતી નજર આવી રહી છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, સારા અલી ખાન પોતાને ફિટ રાખવા માટે ખૂબજ ઈન્ટેન્સ એક્સરસાઈઝ કરી રહી છે. ક્યારે પુશ અપ્સ તો ક્યારેક સ્કાઉટ્સ મારતી નજર આવી રહી છે. સારાના આ વીડિયોને ૧૫ લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. તેના વીડિયો ઘણી લાઈક્સ મળી રહી છે. તેના ફેન્સ રિએક્શન પણ આપી રહ્યાં છે. સારાએ વર્કઆઉટનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, જેને પણ કોઈ શંકા હોય તે વર્ક આઉટ કરે. પુશ અપ્સ અને ક્રંચેસને કાઉન્ટ ન કરે. હેલ્થ અને ફિટનેસ સાથે તમે ભક્તિમય થઈ જશો. કારણ કે આ જ જિંદગી છે.
Recent Comments