fbpx
ગુજરાત

અમદાવાદમાં માસ્ક વિના ફરતા શહેરીજનો પાસેથી ૫ દિવસમાં ૯૭.૭૩ લાખનો દંડ વસૂલાયો

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લીધી હતી. જે બાદ હાઈકોર્ટે માસ્ક પહેર્યા વિના ફરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જ્યાં સુધી વૅક્સીન ના શોધાય, ત્યાં સુધી માસ્ક જ કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય હોવા છતાં અમદાવાદી બેદરકારી દાખવી રહ્યાં છે. જેના પરિણામે સંક્રમણ ફેલાવાનું જાેખમ વધી રહ્યું છે.
અમદાવાદ પોલીસે છેલ્લા ૫ દિવસમાં ૯૭૭૩ જેટલા લોકો માસ્ક વિના પકડાયા હતા. જેમની પાસેથી ૯૭.૭૩ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો માસ્ક પહેરવાને ગંભીરતાથી નથી લઈ રહ્યાં. માસ્ક વિના ફરતા લોકોને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક આદેશ છે.
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે તમામ પોલીસ અધિકારીઓને વિશેષ સૂચના આપવામાં આવી છે. જેમાં તમામ પોલીસ અધિકારીઓને માસ્ક પહેરવા, સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિત કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે ખાસ સૂચના આપી હતી. ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને શાક માર્કેટમાં પોલીસ પોઈન્ટ ઉભા કરવાનો આદેશ આપ્યો હતો.

Follow Me:

Related Posts