કેન્દ્ર સરકારે ગાઇડ લાઇન જાહેર કરી બાળકના વજનના ૧૦ ટકા ભાર સ્કૂલબેગમાં હોવો જાેઇએ
સ્કૂલમાં ભણતા બાળકના વજનના દસ ટકા જેટલોજ ભાર સ્કૂલબેગમાં હોવો જાેઇએ એવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે કરી હતી. કેન્દ્રના શિક્ષણ ખાતાએ કેટલીક નવી ગાઇડ લાઇન્સ જાહેર કરી હતી.
એમાં કેટલીક ગાઇડ લાઇન્સ ખરેખર રસપ્રદ છે. જેમ કે બીજા ધોરણ સુધીનાં બાળકોને હોમવર્ક આપવું નહીં, દરેક સ્કૂલમાં ડિજિટલ વજનકાંટો હોવો જાેઇએ, સ્કૂલમાં પીવાના સ્વચ્છ પાણીની પૂરતી વ્યવસ્થા હોવી જાેઇશે વગેરે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આવી ગાઇડ લાઇન્સ ઉમેરવામાં આવી હતી. મહત્ત્વનો મુ્દ્દો બાળકની સ્કૂલબેગનો હતો. અત્યારે કેટલીક સ્કૂલોમાં સ્કૂલબેગનું વજન એટલું બધું હોય છે કે બાળક બેવડ વળી જાય. પરિણામે કેટલાંક માતાપિતા બાળકને ટ્રોલી બેગ અપાવે છે. નવી શિક્ષણ નીતિમાં સ્પષ્ટતા કરાઇ હતી કે ટ્રોલી બેગ નહીં ચાલે. એકથી દસ ધોરણ સુધી વિદ્યાર્થીના વજનના દસ ટકાથી વધુ ભાર સ્કૂલબેગનો હોવો નહીં જાેઇએ. આ નિયમનો ભંગ કરનારી સ્કૂલો સામે કડક પગલાં લેવાની જાેગવાઇ પણ આ નીતિમાં કરવામાં આવી હતી.
સ્કૂલ સંચાલકોને એવી સૂચના આપવામાં આવી હતી કે નિયમિત ઇન્ટરવલે એટલે કે અવારનવાર સ્કૂલ બેગનું વજન કરીને ખાતરી કરવી કે સ્કૂલબેગનું વજન વિદ્યાર્થી કરતાં વધુ નથી.
Recent Comments