fbpx
અમરેલી

ફોરેસ્‍ટ ગાર્ડની ભરતીની જાહેરાત બાદ આગળની કાર્યવાહી ઠપ્‍પ

રાજયનાં હજારો બેરોજગાર યુવાનો પરેશાન કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું અમરેલી ખાતે કલેકટરને બેરોજગાર યુવાનોએ આવેદનપત્ર પાઠવીને ફોરેસ્‍ટ ગાર્ડની પ્રવેશ પરીક્ષા લેવાની માંગકરેલ છે. ફોરેસ્‍ટ ગાર્ડની ભરતીની જાહેરાત બાદ આગળની કાર્યવાહી ઠપ્‍પ

આવેદનપત્રમાં જણાવેલ છે કે, તા.14/11/18ના રોજ ફોરેસ્‍ટ ગાર્ડ ભરતી માટેની જાહેરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હતી. અને પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલ હતી. પરંતુ કોઈ કારણોસર ભરતી તારીખ 10/1ર/18ના રોજ મોકૂફ રાખવામાં આવેલ છે. બે વખત લેખિતમાં મુખ્‍યમંત્રી તથા અરણ્‍ય ભવનમાં રજૂઆત કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી થયેલ નથી.

વધુમાં જણાવેલ છે કે, તા.11/10/19 સુધીમાં અચૂક પણે ભરતીને સંપૂર્ણ રીતે પૂરી કરવાનો અહેવાલ પણ આવ્‍યો હતો. છતાં આજ સુધી ભરતી પૂર્ણની બાબત તો બહુ દૂરની વાત છે હજુ સુધી પરીક્ષાની તારીખ આપવામાં આવી નથી. તેના કારણે હજારો લાખો પરિવારો લેખિત અને ગ્રાઉન્‍ડની તૈયારી કરી રહેલા ઉમેદવારોની સામે કોઈ લક્ષ્ય ના હોવાથી પરીક્ષાની તારીખ ના આવવાથી તેઓનું મનોબળ તૂટી રહયું છે. તેથી ઉમેદવારોને સાચી દિશા મળી રહે અને ભરતી વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ અંતમાં કરેલ છે.

Follow Me:

Related Posts