સમાજ સેવા તથા રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર યુવાનોને યુથ એવોર્ડ અપાશે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં આવતા ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હોય જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાઓ અભિયાન, પ્રદુષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળ પોષણ અભિયાન,રાજ્ય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફલેગશીપ કાર્યક્રમોમાં બિરદાવી શકાય તેવા ઉત્તમ કાર્ય કરેલ હોય તેવા યુવાનોએ ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકે છે. કોઇપણ સરકારી સેવામા અથવા ગ્રાન્ટ –ઇન-એઇડ સંસ્થાઓમાં કાર્યરત વ્યક્તીઓ તથા કેન્દ્રીય /રાજય/ સરકારી/ યુનિવર્સીટીઓ/ કોલેજો /શાળાઓ વગેરે એવોર્ડ માટે પાત્ર નથી.અરજદારે પોતાના બાયોડેટા સાથે ઉત્કૃષ્ઠ કામગીરી અંગેના પુરાવા સાથેનો બાયોડેટા, ફોટોગ્રાફ/પ્રેસકટિંગ જેવી જરુરી વિગતસાથે તારીખ ૧૯/૧૨/૨૦૨૦ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨,
ભાવનગર ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી જિલ્લા યુવા વિકાસ અધિકારીને રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી તથા અરજી ફોર્મ જીલ્લા રમતગમત અધિકારીની કચેરીના બ્લોગ એડ્રેસ http://dsosportsbvr.blogspot.com પરથી મેળવી શકાશે. તેમજિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગરની યાદીમાજણાવવામા આવ્યુ છે.
Recent Comments