fbpx
અમરેલી

અમરેલી શહેર તેમજ જિલ્લામાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ. જિલ્લાનો ખેડૂત ચિંતિત. હવામાન ખાતાની આગાહી પ્રમાણે રવિવાર થી આકાશ ચોખ્ખું થશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બનસીના કારણે અમરેલી શહેર તેમજ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલી શહેરમાં આજે વહેલી સવારથી કમોસમી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદના કારણે રસ્તાઓ સવારથી જ સુમસાન જોવા મળ્યા હતા. ગત રાત્રિથી શહેરમાં ઠંડા પવનનું જોર વધારે હોવાને કારણે શહેર ઠંડુગાર બની ગયું છે. જ્યારે જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા, અને બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સવારથી કમોસમી ઝરમર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. શિયાળુ રવીપાક સારો ઉતરશે તે આશાએ ખેડૂતોએ ચણા, જીરું, વરિયાળી સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હોવાથી જો વરસાદ ચાલુ રહેશે તો આ રવીપાક પણ નિષફળ જશે તેવી ભીતિ સેવી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસર રવિવાર બપોર સુધી જળવાયેલી રહી શકે છે પણ હજુ એક દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકવાની શક્યતાઓ છે અને રવિવાર બપોર બાદ ડિસ્ટર્બનસની અસર ઘટી જતાં ફરીથી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જશે

Follow Me:

Related Posts