fbpx
રાષ્ટ્રીય

મુંબઈના થાણેમાં ઝાડ પર લટકતી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

દેશની આર્થિક રાજધાની મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ બાળકોની લાશ ઝાડ પર લટકેલી મળી. ઘટનાની સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ચારેય શબોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મળતી માહિતી મુજબ લગભગ દોઢ મહિના પહેલા મહિલા પોતાના બાળકોની સાથે ગુમ થઈ ગઈ હતી.
મળતી જાણકારી મુજબ, મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લામાં એક મહિલા ગત દોઢ મહિનાથી ગુમ હતી. આ સંબંધમાં પડઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ઘણી શોધખોળ બાદ પણ મહિલા અને બાળકોની કોઈ પણ ભાળ નહોતી મળી શકી. પોલીસની જાણકારી મુજબ મહિલાનો દીયર સવારે જંગલમાં લાકડા કાપવા ગયા હતો ત્યારે તેને ઝાડ પર મહિલા અને ત્રણ બાળકોની લાશ લટકતી મળી.
ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. ઘટનાની સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશોને ઝાડ પરથી નીચે ઉતારી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. અહેવાલ છે કે મહિલા અને બાળકોના મોતના સમાચાર સાંભળીને પતિએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સમયસર તેને બચાવી લેવામાં આવ્યો. પતિને ભિવંડીના જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.

Follow Me:

Related Posts