ગાંધી આશ્રમમાં રહેતા લોકોએ કર્યો વૈશ્વિક ગાંધીઆશ્રમ પ્રોજેકટનો વિરોધ
અમદાવાદના ગાંધી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓ દ્વારા વૈશ્વિક ગાંધીઆશ્રમ પ્રોજેકટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આશ્રમના પ્રવેશ દ્વાર પર પોસ્ટર લગાવી વિરોધ કરવામાં આવ્યો. આશ્રમમાં રહેતા લોકોનું કહેવું છે કે, સરકાર દ્વારા અમને વિશ્વાસમાં લેવાયા નથી. તો બીજી તરફ આશ્રમના વિકાસ માટે બુધવારે એચસીપી કંપનીએ સીએમ રૂપાણી સમક્ષ પ્લાન માટે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ. સરકાર દ્વારા ૪૦ એકરમાં આશ્રમના વિકાસનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનો વિરોધ આશ્રમવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Recent Comments