fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરમાં જાહેરમાં યુવકની હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ

ભાવનગર શહેરનું એકદમ છેવાડાનું ગામ એટલે કે રૂવા ગામ. ગામ નજીક આવેલા બાલા હનુમાન મંદિર પાસે જિગ્નેશ ડાભી નામનો વ્યક્તિ ઊભો હતો. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો આવી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આશરે ૧૧થી ૧૨ વાગ્યાની વચ્ચે હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. મૃતક યુવકને દિવાળી પહેલા કેટલાક શખ્સ સાથે કોઈક બાબતે માથાકૂટ થઈ હતી.
આ શખ્સોએ જ જૂની અદાવત રાખીને યુવકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ભાવનગરમાં દિવસે ને દિવસે હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોવાથી પોલીસની કાર્યવાહી ઉપર પણ શંકા ઉપજાવી રહી છે. જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાથી ભાવનગર પોલીસ સામે સવાલ ઊઠી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ કોઈની પણ જાહેરમાં હત્યા કરી દે તો લોકોની સુરક્ષા જાેખમમાં હોય તેવું લાગી રહ્યું છે.
યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તેવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને જાેતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાેકે, કોણે આ યુવકની હત્યા કરી અને શા માટે. આવા અનેક સવાલોનો જવાબ મેળવવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts