fbpx
ગુજરાત

સુરત તાપી માં જંપલાવી આત્મહત્યા કરનાર ને જીવ ના જોખમે બચાવી દેતા યુનિવર્સલ ફાઉન્ડર ના સોલ્જર પ્રકાશ વેકરિયા

સુરત  આશરે ૧૨ વાગ્યે બપોરે  એક અજાણ્યા યુવકે સવજીકોરાટ બ્રીજ ઉપર થી તાપી નદી માં જંપલાવ્યુ તે દરમિયાન લગ્ન માંથી પરત ફરતા પરિવાર સાથે  પસાર થતા  પ્રકાશકુમાર વેકરીયા આ દર્શય જોઇ ૭૦૦ થી ૮૦૦ લોકોના ટોળા વચ્ચે કોઇપણ વિચાર કર્યા વિના  પરિવાર ને સાઇડ મા રોકી પોતે નદી મા ત્યાંના સ્થાનીક ખારવા ઓનો સહારો લઇ આ યુવક ને બચાવવાની જહેમત ઉઠાવી, પરિણામ સ્વરુપ યુવક નો જીવ બચાવવામા સફળતા મેળવી. પ્રકાશકુમાર વેકરીયા ભારત દેશની ચોથી રક્ષા પાંખ ઇન્ડીયન સીવીલ ડિફ્ન્સ ના માનદ સૈનિક છે  તથા યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પણ છે, તેઓ દ્વારા આજ સુધી તક્ષશિલા અને તાપી નદિ માં આત્મ હત્યા માટે પડેલા  સહીત ૧૪ જણના જીવ બચાવાઇ ચુક્યા છે  આ વ્યક્તિ કોઇપણ પગાર વિના આ સેવાને રાષ્ટ્ર સેવા સમજી અવિરત સેવા આપી રહ્યા છે સાચા અર્થ મા રિવરમેન અને ફાયરમેન બન્ને બની પાણી અને આગ સાથે ખેલતો આ યુવાન ખરો સોશ્યલ સોલ્ઝર છે,  અને તેઓ આ બાબતે અસંખ્ય સન્માન અને એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.નદિમાં જંપલાવનાર આ યુવાન  મરાઠી છે તેવુ પાછળથી જાણવા મળ્યુઅને તેને શારીરીક સ્વચ્છ  કરી ૧૦૮ મારફતે જીવીત હાલત માં હોસ્પિટલ મોકલવામાં આવ્યો તથા મોટાવરાછા ફાયર અને સરથાણા પોલીસ માં પણ નોંધ લેવાઈ પ્રકાશભાઈ વેકરીયા દ્વારા કરાવવામાં આવતી પવૃત્તિ ની સર્વત્ર સરાહના કરાય છે આ બાબતે પ્રકાશકુમાર વેકરીયા તથા સિવીલ ડિફેન્સ સુરત દ્વારા સ્થાનીક ખારવાઓનો આભાર માનવામા આવ્યો.

Follow Me:

Related Posts