fbpx
અમરેલી

બાબરીયાવાડમાં મોમાઈ માતાજીનાં મંદિરે સંતો, મહંતોનું આગમન

બાબરીયાવાડમાં મોમાઈ માતાજીનાં મંદિરે સંતો, મહંતોનું આગમન જાફરાબાદના નાગેશ્રી નજીક આવેલ ચોત્રા ગામે એટલે બાબરીયા વાડ પંથકના કાઠી દરબારો, સોની મહાજન અને વાડીયા આહીર સમાજના માતાજી એટલે મોમાઈ માતાજીના દર્શન કરવા એ લ્‍હાવો છે. ત્રણે જ્ઞાતિના માતાજી જે મોમાઈ માતાજીનું હજારો વર્ષ પુરાણું મંદિર આવેલું છે. આ વિસ્‍તારમાં આસ્‍થાનું કેન્‍દ્ર છે. હાલ તો આ જગ્‍યામાં રહેવા બેસવાની સૂવાની વ્‍યવસ્‍થા થઈ ગઈ છે. રાયડી નદીને કાંઠે બીરાજમાન મોમાઈમાતાજીના સાનિઘ્‍યમાં હજારો વર્ષ પુરાણા વડલાઓનું સ્‍થાન પણ જોવાલાયક છે. આ જગ્‍યામાં અખાડા પરિષદના 100 જેટલા સાધુ, સંતો, મહાત્‍માઓ તેમજ ભકતજનો તા.11/1રના રોજ આવી પહોંચ્‍યા હતા. અખાડા પરિષદનું સ્‍વાગત મોમાઈ વડના મહંત લક્ષ્મણદાસ બાપુના અઘ્‍યક્ષ સ્‍થાને જેમાં સાધુ, સંતો, મહાત્‍માઓના દર્શન કરવા એ પણ લ્‍હાવો છે. 1ર વર્ષ બાદ અખાડાના સાધુઓ, સંતો, મહાત્‍માઓનો ધાર્મિક જગ્‍યામાં આવતા સમગ્ર વિસ્‍તારમાં આસ્‍થાનો માહોલ જોવા મળી રહયો છે. અખાડાના સાધુ, સંતો, મહાત્‍માઓનું ધાર્મિક પ્રવચન વગેરે લાભ લેવા સમગ્ર સેવકો ભકતજનો ઉપસ્‍થિત રહેશે. ઉપરાંત સાધુ, સંતો, મહાત્‍માઓ અહીંયા રોકાણ કરતા આ વિસ્‍તારમાં માં મોમાઈ માતાજીના સેવકગણમાં હર્ષની લાગણીઓ જોવા મળી રહી છે. સુપ્રસિઘ્‍ધ મોમાઈ માતાજીની આ જગ્‍યાના લક્ષ્મણદાસ બાપુએ જણાવ્‍યું કે સરકારના આદેશનું પાલન પણ કરવામાં આવી રહયું છે.

Follow Me:

Related Posts