લાઠી થી શેખપીપરીયા રોડનું નવિનીકરણ પેપર રોડનું ખાતમુહૂર્ત કરાવતા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર
લાઠી થી શેખપીપરીયા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય લાઠી થી બાબરાને જોડતો રસ્તો આ રસ્તો ૮: કીલોમીટર બિસ્માર હોવાથી લોકોને ફરજિયાત ચાંવડ થઈને જવું પડતું હતું.લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ એક સફળ નેતૃત્વ ધરાવતા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત પ્રયત્નશીલ રહે છે. તા.૧૬-૧૨-૨૦ ના રોજ લાઠીથી શેખપીપરીયાનો અંદાજી આઠ કીલોમીટરના રોડનું એક કરોડ ઐકયાસી લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરતા વાહન ચાલકોમા હષૅની લાગણી પ્રસરી હતી. આ ખાતમુહૂર્તમા ધારાસભ્ય શ્રી ઠુમ્મર ની સાથે જીતુભાઈ વાળા,આંબાભાઈ કાકડીયા, લાઠી તાલુકાના કોંગ્રેસ કાર્યકરો નાનુભાઈ લાડોલા, મનસુખભાઈ ભાદાણી, બાબુભાઈ ભાદાણી, ભીખાભાઈ ભુવા, રણછોડભાઈ સાબલપરા,સહિત અનેકો ઉપસ્થિતિ રહ્યા હતા.
Recent Comments