સુરતમાં એટીએમમાં છેડછાડ કરી લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગના બે ઇસમો ઝડપાયા
સુરતમાં વિવિધ વિસ્તારમાં બેન્કના એટીએમમાં છેડછાડ કરી લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગના બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. સુરતમાં બે માસ પહેલા કેનેરા બેંકના ચાર એટીએમમાંથી ૨૧ લાખ રૂપિયાની ચોરી કરનાર હરિયાણાની ટોળકીના બે સાગરિતો ઝડપાયા છે. આ સાથે પોલીસે આરોપી હનીફ સૈયદ અને ઔસાફ સૈયદ પાસેથી ૪ ડેબિટ કાર્ડ, ૨ મોબાઈલ,રોકડ ૮૦ હજાર સહિત ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓએ મજુરાગેટ ના એટીએમમાંથી ૦૬.૦૫ લાખ,નાનપુરાના એટીએમમાંથી ૧.૪૦ લાખ, ઇચ્છાપોરના એટીએમમાંથી ૦૪.૫ લાખ અને અડાજણના એટીએમમાંથી ૯.૫૦ લાખ ઉપાડી લીધા હતા. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments