સુષ્મિતા સેનની પુત્રી રેનેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતા અભિનેત્રીએ આપ્યો ઠપકો
બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહે છે. તેની જેમ જ, તેની મોટી પુત્રી રેને પણ વારંવાર તેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહેતી હોય છે. જાેકે, હવે એવા અહેવાલ મળ્યા છે કે કોઈકએ રેનેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યું છે. સુષ્મિતાએ રેનેનું એકાઉન્ટ હેક થવાની માહિતી આપી છે.
તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રેનેના ઇન્સ્ટાગ્રામ પેજનો એક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે, જેમાં મોટા અક્ષરોમાં ‘હેક્ડ’ લખ્યું છે. આ સાથે સુષ્મિતાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘મહેરબાની કરીને ધ્યાન આપો કે, મારી પુત્રી રેનેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેટલાક મૂરખ લોકોએ હેક કર્યું છે. તેમને હજી સુધી અજાણ્યા છે કે રેને નવી શરૂઆત કરીને અત્યંત ખુશ છે. મને તે વ્યક્તિ માટે અત્યંત ખરાબ ફિલ થઇ રહ્યું છે.
રેને છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મ ‘સુટ્ટાબાજી’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેમાં માતા અને પુત્રીના સંબંધની સ્ટોરી દેખાડવામાં આવશે. ફિલ્મમાં રેનેનું પાત્ર એક બગડેલી અને જિદ્દી છોકરીનું છે. રેને સુસ્મિતા સેનની મોટી પુત્રી છે, જેને તેણે ૨૦૦૦માં દત્તક લીધી હતી. ત્યારબાદ અભિનેત્રીએ ૨૦૧૦માં વધુ એક બાળકી અલિસાહ સેનને પણ દત્તક લીધી હતી. સુષ્મિતા ઘણીવાર તેની દીકરીઓ સાથે સમય ગાળતી જાેવા મળે છે.
Recent Comments