અમરેલી : રમત ગમત વિભાગ દ્વારા યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન
અમરેલીના કલાકારો ૧૮ સ્પર્ધા માટે ભાગ લઈ શકશે
રમત ગમત વિભાગ દ્વારા પ્રતિ વર્ષે જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૮ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, અમરેલી દ્વારા યોજવાનું આયોજન છે. આ સ્પર્ધાની ૧૫ થી ૨૯ ની વય મર્યાદા ધરાવતા લોકો માટે લોકનૃત્ય, એકાંકી, લોકગીત, શીઘ્ર વક્તૃત્વ, કથ્થક, ભરતનાટ્યમ, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, સિતાર, ગિટાર, વાંસળી, તબલા, વીણા, મૃદગમ, હાર્મોનિયમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની), શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી) ની વિડીયો સીડી અથવા પેનડ્રાઈવમાં બનાવી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળે, રૂમ નંબર-૧૧૦/૧૧૧, અમરેલી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને રૂબરૂમાં પહોચતી કરવાની રહેશે. આ ઉપરાંત શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે તા. ૨૪/૧૨/૨૦૨૦ ના રોજ કચેરીએથી વિષયો મેળવી ૧ કલાકમાં સી.ડી. તૈયાર કરી કચેરીએ પહોચતી કરવાની રહેશે.
જિલ્લામાં પ્રથમ આવનાર આવનાર કલાકારની સી.ડી. ઝોનકક્ષાએ મોકલવામાં આવશે. ઝોનકક્ષાએ પ્રથમ, દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર કલાકારની સી.ડી. રાજ્યકક્ષાએ મોકલવામાં આવનાર છે. રાજ્યકક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કલાકારે વર્ચ્યુયલ/ઓનલાઈન રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. કલાકારે નિયમોનુસાર સ્પર્ધાની સી.ડી. અથવા પેન ડ્રાઈવમાં તા. ૨૪/૧૨/૨૦૨૦ સુધીમાં રૂબરૂ આપવાની રહેશે. ત્યારબાદ આવેલ એન્ટ્રી ધ્યાન પર લેવામાં આવશે નહીં. વધુ માહિતી માટે આ કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી કલાકારની સંખ્યા, સહાયકની સંખ્યા અને સ્પર્ધાનો સમય કેટલો છે અને સ્પર્ધાના નિયમો જાણી શકાશે
Recent Comments