શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન સમારંભ
ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ કેમ્પસમાં તા – ૧૨–૧૨–૨૦ ને શનિવારના રોજ શરૂ થયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૪ ટીમોએ ભાગ લીધો હતો . જેમાં મધ્યસ્થ બેંક અને પોસ્ટ ઓફિસની ટીમ વચ્ચે ફાઈનલ મેચ તાઃ- ૨૦–૧૨–૨૦ ના રોજ યોજાયેલ હતો . આ ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ તમામ ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટનો તાજ પોતાના શિરે કરવા તનતોડ મહેનત કરી હતી . આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આખરી વિજેતા ટીમ તરીકે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે ચેમ્પિયનશીપ મેળવીને આ વિજેતા ટ્રોફી પોતાના નામે કરેલ હતી . આ ક્ષણે વિદ્યાસભાના મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ અને સંસ્થાના ડાયરેકટરશ્રી હસમુખભાઈ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી . રનર્સઅપમાં પોસ્ટ ઓફિસ અમરેલીની ટીમે સ્થાન પ્રાપ્ત કર્યું હતું . સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન વિધાસભા સ્પોર્ટસ વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું . સમગ્ર ટીમોએ ઉત્સાહથી ભાગ લઈ અને નિર્ણયોને ખેલદીલી પૂર્વક સ્વીકારીને ખેલનો આનંદ માણ્યો હતો .
Recent Comments