CSPC સંસ્થાની પહેલ ખેડૂતોને નવા નવા પાક નિર્દેશોના માધ્યમથી ખેડૂતની આવક વધારના પ્રયત્નો
આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના રાજ્યપાલના ઉદેશને પ્રાધાન્ય આપવા Coastal Salinity Prevention Cell (CSPC) સંસ્થા દ્વારા ખેડૂતોને આવક વધારવાના ઉદેશથી જુદા જુદા પાકોનો નિદર્શન પ્લોટ દ્વારા અને જે-જે ખેડૂત ભાઈઓ નવા-નવા અખતરા રાજુલા તાલુકામાં કરેછે, તે અખતરા નાનામાં નાના ખેડૂતને ખ્યાલ આવે તે ઉદેશ્યથી રાજુલાના ગામોમાં CSPC સંસ્થા દ્વારા ફિલ્ડ ડે ના માધ્યમથી જે તે ગામના ખેડૂતોના સ્થળ પર જઈને નવા-નવા અખતરાઓ બતાવવામાં આવેછે. અને ખેડૂતોને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો અને આવકમાં વધારો કેવી રીતે કરવો આ બઘીજ માહિતી તેમજ ખેડૂત ભાઈઓના અનુભવ બીજા ખેડૂત સુધી પહોચે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. “ખેડૂત પોતેજ પોતાની ખેતીનો વિજ્ઞાનિક બને, ખેડૂત-ખેડૂત પાસેથી જ્ઞાન મેળવે” અને આવકમાં વધારો કરે. અને સંસ્થાના કર્મચારીઓ દ્વારા વધુને વધુ ખેડૂતો ઝેરમુક્ત ખેતી અપનાવતા થાય તેવા સતત પ્રયત્નો ટ્રેનીંગ, મીટીંગ ના માધ્યમથી માહિતગાર કરે છે. અત્યારે કોરોના મહામારીના કારણે ખેડૂતોની સાથે બેઠક કરવી શક્ય ન હોઈ ત્યારે સોશિયલ મીડીયાના માધ્યમથી વોટ્સએપ દ્વારા અને ઓનલાઈન ટેનિંગ દ્વારા માહિતી આપવામાં આવે છે.
Recent Comments