fbpx
ગુજરાત

ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક યોજના અન્વયે જોડાયેલા અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવા અધ્યાપક સહાયક મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ને રજૂઆત

ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક યોજના અન્વયે જોડાયેલા અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવા બાબત . સંદર્ભ- ( ૧ ) નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : ખરચા ૨૦૦૨ / ૫૭- ( પાર્ટ -૨ ) ઝ .૧ તા.૧૮-૦૧-૨૦૧૭ . ( ૨ ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧૨૦૧૭ / સિંગલ ફાઈલ – પાક તા.૦૮-૦૩-૧૯ . ( 3 ) શિક્ષણ વિભાગનો તા . ૨૩-૬-૧૬ & તા . ૦૯-૧૨-૧૯ નો ઠરાવ : બમશ – ૧૩૧૦-૧૨૦૧ – ગ . ( ૪ ) શિક્ષણ વિભાગનો તા . ૦૬-૦૭-૨૦૦૨ નો ઠરાવ ક્રમાંક : એનજીસી – ૧૫૯૯-૪૦૭૩ – ખ . ( ૫ ) શિક્ષણ વિભાગના તા.૦૧-૦૨-૨૦૧૯ નો ઠરાવ ક્રમાંક : પગર / ૧૦૧૮ / ૧૯૨ ખ . આદરણીય શ્રી સી . આર . પાટીલ સાહેબ , જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે આપશ્રીને જણાવવાનું કે ગુજરાત રાજ્યની આશરે 350 થી પણ વધારે ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની ભરતી યુજીસી પ્રમાણેની લાયકાત અને કેન્દ્રિય – કૃત મેરિટના આધારે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારમાં “ અધ્યાપક સહાયક ” તરીકે કરવામાં આવે છે . આ અધ્યાપકોની ઘણા વર્ષોથી પડતર માંગણીઓનો સરકારશ્રી દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી તો નીચે મુજબની અમારી માંગણીઓને સરકારશ્રી સુધી પહોંચાડી ગુજરાતના આ નવ યુવાન અધ્યાપક સહાયકોને ન્યાય આપવા આપશ્રીને નમ્ર વિનંતી . ( ૧ ) સદર્ભ ૧ અને ૨ પ્રમાણે સરકારશ્રી દ્વારા વખતો – વખત ઠરાવો બહાર પાડી વર્ગ -૩ અને ૪ માં ફિક્સ પગારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યા સહાયકોની પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણી બઢતી , ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો આપ્યા છે પરંતુ અધ્યાપક સહાયકોને આ લાભોથી વંચિત રાખવામા આવ્યા છે તો અધ્યાપક સહાયકોની પણ પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી કાયમી સેવા સાથે સળંગ ગણી બઢતી , ઉચ્ચતર પગારધોરણ , નિવૃતિ વિષયક તેમજ યુ.જી.સી. પ્રમાણે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ ( CAS ) સહિતના લાભો આપવામાં આવે . ( ર ) શિક્ષણ વિભાગ દ્વારા ઉપરોક્ત સંદર્ભ ૩ અને ૪ મુજબ ઠરાવો કરી શાળાના શિક્ષકો સહાયકોને ફાજલનું રક્ષણ આપવામાં આવ્યું છે તો કોલેજોમાં અધ્યાપક સહાયક યોજના અન્વયે જોડાયેલા અધ્યાપકોને પાંચ વર્ષ દરમ્યાન કે પાંચ વર્ષ પૂર્ણ કરી પૂરા પગારમાં સમાવ્યા બાદ પણ શા માટે ફાજલનું રક્ષણ આપવામાં આવતું નથી ? આથી આ અધ્યાપકોને પણ કોલેજમાં વર્ગ ઘટાડો થતાં કે કોલેજ બંધ થતાં બિન શરતી કાયમી ફાજલનું રક્ષણ આપવામાં આવે તેવી અમારી માંગણી છે . ( 3 ) સરકારશ્રી દ્વારા કાયમી અધ્યાપકોને કેન્દ્રિય સાતમાં પગારપંચાયુ.જી.સી.ની ભલામણ મુજબ પગાર સુધારણાનો લાભ આપવામાં આવ્યો છે ( સંદર્ભ -૫ ) તો અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં પણ વધારો કરી સાતમાં પગાર પંચ મુજબ પગાર વધારાનો લાભ આપવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે .

Follow Me:

Related Posts