૨૫, ડિસેમ્બર, ભારત રત્ન, પુર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપાઇના જન્મ દિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણીનું આયોજન
તા. ૨૫, ડિસેમ્બરની સુશાસન દિવસ તરીકે જીલ્લાના ૬૬૦ ગામોમાં
ઉજવણીનું આયોજન, હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ, સેવાયજ્ઞો, મહાઆરતી,
રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા મથકો ૫ર અને જીલ્લા ભાજ૫ દ્વારા
૬૬૦થીવધુ ગામોમાં ૬૬૦થી વધુ કાર્યકર્તાઓ, આગેવાનો દ્વારા અટલજીના
જીવન ચરીત્ર અને કવિતાનું જાહેરમાં વાંચન
ભારત સરકાર દ્વારા ૩ નવા કિસાન કાયદાનુ ૬૬૦થી વધુ ગામોમાં
જનજાગરણ અભિયાન.
૨૫ ડિસેમ્બરના રોજ બપોરે ૧૨/૦૦ વાગ્યે વડાપ્રધાનશ્રીનું ટીવી અને
રેડીયોના માધ્યમ દ્વારા વાયુ પ્રવચન, તેમજ એકી સાથે ૯ કરોડ ખેડુતોના
ખાતામાં ૧૮,૦૦૦ કરોડ રૂા. એક કલીક માં ટ્રાન્સફર.
ભાવનગર જીલ્લા ભાજ૫ દ્વારા પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન, ભાજ૫ના
પ્રેરણા સ્ત્રોત અટલ બિહરી વાજપાઇના જન્મ દિવસ તા. ૨૫, ડિસેમ્બરને
સુશાસન દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમની
ઉજવણીના ભાગ રૂપે ભાવનગર જીલ્લા ભાજ૫ દ્વારા ભાવનગર જીલ્લાના
૬૬૦થી વધુ ગામોમાં ૬૬૦ આગેવાનો દ્વારા અટલજીના જીવનનું વાંચન
તેમજ તેમની કવિતાનું ૫ઠન કરવામાં આવશે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ૩
કિસાન કાયદા અંગે ખેડુતોને સમજણ આપી જન-જાગરણ કરશે, તેમજ શહેરી
વિસ્તારોમાં મહાઆરતી, ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ અને સેવાકીય કાર્યોનું
આયોજન કરવામાં આવેલ છે.
જમ્મુ કશ્મીરમાં ધારા ૩૭૦ અને ૩૫/એ હટતા ત્યાંની જનતાએ
ડી.ડી.સી.ની ચુંટણીમાં લોકશાહીનું ૫ર્વ ઉજવી અલગતાવાદી-અરાજકવાદીઓ,
ત્રાસવાદીઓ, દેશવિરોધી તત્વોને જાકારો આપી, ભાજ૫ને સૌથી મોટી પાર્ટી
તરીકે ચુંટી કાઢી છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી, ગૃહ મંત્રી
અમીતભાઇ શાહની આગેવાનીમાં ભારત સરકાર દ્વારા જમ્મુ-કશ્મીરમાં ચુંટણી
કરાવી ત્યાંની જનતાએ સંપુર્ણ ઉત્સાહ સાથે મતદાન કરી લોકશાહીના ૫ર્વમાં
ભાગલઇ પ્રજાના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે, ભાજ૫ના ૭૫ ઉમેદવારોનો
ભવ્ય વિજય સાથે ભાજ૫ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જમ્મુ-
કશ્મીરની પ્રજાના આ ચુકાદાને સમગ્ર દેશ ખુશીઓથી મનાવી રહેલ છે.
૫૦૦ વર્ષથી લટકતો, ભટકતો અને અટકતો અયોધ્યા ભગવાન શ્રીરામ
જન્મભુમીનો ઐતીહાસીક ચુકાદો આવ્યા ૫છી ભવ્ય રામ મંદીરનું નિર્માણ શરૂ
થઇ ગયેલ છે.
વર્ષોથી ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં જગતનો તાત ખેડુત અને
ખેતીને સતત આઝાદીકાળથી નજરઅંદાજ કરવામાં આવી છે, આખરે કેન્દ્રમાં
ભાજ૫નું શાસન આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના ખેડુતોના
હિતમાં ૩ ઐતીહાસીક કિસાન કાયદા બનાવવામાં આવ્યા, જેના દ્વારા ખેડુતોની
આવક બમણી કરવાનો રસ્તો સરળ બન્યો છે, ખેતી સમૃધ્ધ થશે, દેશ આગળ
વધશે અને દેશમાં ફરી ખેતીક્રાંતીની શરૂઆત થશે.
ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા, જીલ્લા
મહામંત્રીઓ ભુ૫તભાઇ બારૈયા, રસીકભાઇ ભીંગરાડીયા અને
ભરતસિંહ ગોહિલ તા. ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણીમાં
ભાગ લઇને ખેડુતોના સંદેશાવાહક તરીકે જીલ્લાના ગામોમાં જવાના છે, તે
ઉ૫રાંત ૬૬૦ મંડલ અને જીલ્લા કક્ષાના આગેવાનો જીલ્લાના તમામ ગામોમાં
ફરીને સુશાસન દિવસ અને કૃષી કાયદાનું જનજાગરણ કરશે.
આ દિવસે બપોરે ૧૨/૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું
દેશજોગ ઉદ્દબોધન ટીવી અને રેડીયોના માધ્યમથી થનાર છે, અને આ જ સમયે
એક સાથે ૯ કરોડ કિસાનોના ખાતામાં એકી સાથે ૧૮૦૦૦ કરોડની રકમ
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી હેઠળ જમા થશે.
આ કાર્યક્રમને આખરી ઓ૫ આ૫વા તમામ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ મંડલ
અને જીલ્લાના આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ દ્વારા અભુતપુર્વ તૈયારીઓ ચાલી
રહી છે. ૬૬૦થી વધુ ગામોમાં કોવીડ-૧૯, પ્રોટોકોલ મુજબ પ્રભાવી કાર્યક્રમ
થાય તે બાબતની પુર્ણ તકેદારી રાખવામાં આવી રહેલ છે.
તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર શ્રી કિશોર ભટ્ટ
ની અખબારી યાદીમાં જણાવાયુ છે.
Recent Comments