fbpx
અમરેલી

બગસરામાં સુશાસન દિન નિમિત્તે કિસાન કલ્‍યાણ કાર્યક્રમ તથા લાભાર્થીઓને કીટ વિતરણ

બગસરામાં સુશાસન દિન નિમિત્તે કિસાન કલ્‍યાણ કાર્યક્રમ તથા લાભાર્થીઓને કીટ વિતરણ બગસરામાં સુશાસન દિન નિમિત્તે માર્કેટિંગ યાર્ડ બગસરા ખાતે કિસાન કલ્‍યાણ તથા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોનું સ્‍વાગત કરી દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્‍લો મુકવામાં આવ્‍યો ત્‍યારબાદ કોરોના વિષયક ફિલ્‍મનું પ્રસારણ તથા સેવાસેતુની ફિલ્‍મનું પ્રસારણ કૃષિ ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ મહાનુભાવોનું ઉદ્‌બોધન મુખ્‍યમંત્રીનો તથા વડાપ્રધાનમોદીનો કાર્યક્રમ ખેડૂતોને લાઇવ બતાવવામાં આવ્‍યું હતું તેમજ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્‍કાર વિતરણ કીટ વિતરણ તથા ગરીબ કલ્‍યાણ મેળાના પાંચ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત ધારી બગસરા ધારાસભ્‍ય જેવી કાકડીયા એપીએમસી બગસરાના ચેરમેન કાંતિભાઇ સતાસિયા પ્રાંત અધિકાર તથા મામલતદાર બગસરા તલાટી, ટીડીઓ, એ.વી. રીબડીયા, નિતેશ ડોડીઆ, રાજુભાઈ ઠુંમર સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા તથા આમંત્રિત ખેડૂતભાઇઓ તથા ભાઇઓ તથા બહેનો ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમની આભાર વિધી વી.જે. બાબરીયાએ કરી હતી.

Follow Me:

Related Posts