અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષીનેતા પરેશ ધાનાણીનું જીવન સાદગીભર્યું જોવા મળી રહયું છે. તેઓને કેબિનેટ મંત્રી સમકક્ષનો હોદો હોવા છતાં પણ તેઓ પોલીસ પાયલોટીંગનો ઉપયોગ કરતા નથી. શહેરમાં ટુ-વ્હીલરમાં જ ફરતા જોવા મળી રહયા છે. અને આબાલ-વૃઘ્ધ, ગરીબ-અમીર સહિત સૌ માટે એક આદર ધરાવતા હોવાથી જ તેઓ સતત રાજકીય ક્ષેત્રે આગળ વધી રહયા છે. આજે નાતાલના પર્વે તેઓએ ગરીબ બાળકો સાથે સમય પસાર કરીને તેમનું બાળપણ યાદ કર્યું હતું.
અમરેલીમાં ગરીબ બાળકો સાથે સમય પસાર કરતા પરેશ ધાનાણી

Recent Comments