દામનગર નિવૃત ટેલિફોન એસ પી ઓ સ્વ પ્રેમજીભાઈ સોલંકી નું ચક્ષુદાન વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપ જનજન માં જીવંત રહે છે “જ્યોત સે જ્યોત જલા તે ચલો”
દામનગર નિવૃત ટેલિફોન કર્મચારી એસ પી ઓ સ્વ પ્રેમજીભાઈ મગનભાઈ સોલંકી નું તા૨૪/૧૨/૨૦ ના રોજ દેહાંવસાન થતા સદગત ની ઈચ્છાનુસાર ચક્ષુદાન કરતા પુત્રો ચિરાગભાઈ સોલંકી અને તેજસભાઈ સોલંકી દ્વારા સ્વ પ્રેમજીભાઈ નું ચક્ષુદાન કરાયું હતું બહોળો ચાહક વર્ગ ધરાવતા નિવૃત ટેલિફોન એસ પી ઓ અધિકારી પ્રેમજીભાઈ સોલંકી નું આકસ્મિક અવસાન થતાં તેમની ઈચ્છાનુસાર ચક્ષુદાન કરી બીજા ના દિલ માં દીવો પ્રગટાવતો વિચાર સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જન જન માં જીવંત રહે સદગત ના ઉમદા ઉદાર વિચારો “જ્યોત સે જ્યોત જલા તે ચલો” ની પંક્તિ ને સાર્થક કરી વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ ચક્ષુદાન કરી અન્ય ગરીબ અંધ ની જિંદગી માં દ્રષ્ટિદાતા સ્વ પ્રેમજીભાઈ સોલંકી અજવાળું કરી સમસ્ત માનવ સમાજ ને પ્રેરક સંદેશો આપ્યો છે સદગત ના ઉમદા વિચારો ની સર્વત્ર સરાહના કરતી અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા સદગત ના પરિવાર ને મરણોત્તર સન્માન પત્ર અર્પણ કરાયા હતા
Recent Comments