આગામી ૩ જાન્યુઆરીના યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે પ્રતિબંધાત્મક આદેશો જારી
અમરેલીના વિવિધ ૮ કેન્દ્રો ખાતે તા: ૩/૧/૨૦૨૧ના પોલીસ ઇન્સ્પેકટરની જગ્યા માટે પ્રિલિમિનરી કસોટીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા અધિક મેજિસ્ટ્રે એ.બી.પાંડોરે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. પરિક્ષા કેન્દ્રોમાં વીજાણુ યંત્રો જેવા કે મોબાઇલ, ફેક્સ તથા આસપાસના વિસ્તારોમાં પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ મશીન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રોની ચતુર્દીશાની ચારે તરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તાર ઉપર ઇલેક્ટ્રોનિક વીજાણુ યંત્રો જેવા કે મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક ગેઝેટ, ફેક્સ લઇ પ્રવેશવા તેમજ કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
કોઈપણ પરીક્ષાર્થી તેમ જ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) તેઓના મોબાઇલ પરીક્ષા બિલ્ડીંગ ખાતે લઇ જઇ શકશે નહીં. બિલ્ડિંગના પરથી બિલ્ડિંગમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. અનિવાર્ય સંજોગોમાં સ્થળ સંચાલક મોબાઇલ લઇ જઇ શકશે પરંતુ મોબાઇલ આચાર્યશ્રીના રૂમમાં સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિનઅધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. તેમજ ફરજ બજાવનારાઓને કોઇ અડચણ કે અવરોધ કરવો કે કરાવવો નહીં. કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવું કૃત્ય કરવું/કરાવવું નહીં. પરીક્ષાર્થીઓને અન્ય કોઇ વ્યક્તી અથવા પરીક્ષાર્થીએ જાતે પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય તેવા કોઇ સાહિત્યની આપલે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.
Recent Comments