આણંદમાં આઇશર ટેમ્પો અને બાઇક વચ્ચે ટક્કર, ૩ના મોત, પંથકમાં ગમગીની પ્રસરી
આણંદના ખંભોળજ પાસે આવેલ કણભઈપુરા ગામે સવારે અરેરાટી ભર્યો બનાવ બન્યો છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આઈશર ટેમ્પોએ બાઇક ચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ જઈ અટક્યો હતો. જ્યાં બાઈક સવાર ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આઈશર ટેમ્પો ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસ અકસ્માતના ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. આણંદના ખંભોળજ પાસેથી પસાર થતા એક આઈશર ટેમ્પોએ સાવલી નોકરીએ જતા બાઈક સવારોને ખતરનાક ટક્કર મારતાં બાઈક સવાર ત્રણેય યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા.
સવારે ૬.૩૦ની આસપાસ બનેલ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી છે. કણભઈપુરાથી સાવલી સમલાયા ખાનગી કંપનીમાં નોકરી કરવા સવારે છ વાગે કણભઈપુરા ગામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓડ બાજુ જતા આઈશર ટેમ્પોએ ખતરનાક રીતે અડફેટે લીધા હતા.આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાઈ બાઈક સવાર યુવાનો ટેમ્પોના પાછળના ભાગે નીકળ્યા હતા. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળાના ખેતરમાં ઢસડાઈ ઉભો રહી ગયો હતો. જાેકે ત્યાં સુધીમાં ત્રણેય યુવાનો પ્રાણ નિકળી ગયા હતા. આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલ ટેમ્પો ડ્રાઈવર ટેમ્પો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો છે.
ઓડ ૧૦૮ ઘટના સ્થળે પહોંચી ઈસ્ તેજસ પટેલ અને પાઈલોટ સુરેશભાઈ રાવલ મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુવાનીના ઉંમરે પરિવારની જવાબદારી લઈ રોજગારીએ નીકળેલ ત્રણ યુવાનોના અસહ્ય કહી શકાય તેવા મોતને પગલે તેમના પરિજનોમાં આક્રંદ વ્યાપ્યો છે.પરિવારજનો અને સ્નેહીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે.મૃતકોના ગામમાં પણ આ અકસ્માતને લઈ માહોલ ગમગીન બન્યો છે.
બાઈક સવાર ત્રણ યુવાનોઃ-
(૧)મનુભાઈ રણછોડભાઈ ઠાકોર રહે, પાડવણીયા
(૨)ભરતભાઇ પુજાભાઈ ઠકોર, કણભઈપુરા
(૩)રાજેશભાઇ રમણભાઈ ઠાકોર,ખાનકુઆ
Recent Comments