ગઢડા મંદિર વિવાદઃ એસ પી સ્વામીએ કહ્યું ડીવાયએસપી મને પગે લાગી માફી માંગે તો હું કદાચ માફ કરી દઉ
૧૭ થી ૧૮ કરોડનો વહિવટ દર વર્ષે થાય છે જેથી વહિવટ માટે પ્રમુખ બનવાનું રાજકારણ ચાલે છેઃ સ્વામી
ગઢડા સ્વામિનારાયણ મંદિરના નવા બનેલા પ્રમુખના મુદ્દે બન્ને પક્ષ હાલ સામ સામે આવી ગયા છે.એસ પી સ્વામીના નજીકના સ્વામીને પ્રમુખ બનતા સ્થાનિક ડીવાયએસપીએ તેમને ગાળો બોલોને માર માર્યો હોવાના સીસીટીવી આપ્યા હતા. હવે આ લોકો પુરાવાનો નાશ કરવા માટેની વાતો કરતા હોવાનો દાવો એસ પી સ્વામી કરી રહ્યા છે. એસ પી સ્વામી એવું પણ કહે છે કે ડીવાયએસપી નકુમ મારા પગે લાગીને માફી માંગે તો હું ધર્મગુરુ તરીકે તેને કદાચ માફ પણ કરી દઉં પરંતુ અગાઉના સત્તાધીશોના સમયમાં અનેક ભ્રષ્ટાચાર થયા છે તેમજ અનેક વખત બદનામ થયેલા લોકોને રાકેશ પ્રસાદે નોટિસ સુદ્ધાં નથી આપી અને હવે અમને નોટિસ આપી છે અમે તેમને ધર્મગુરુ તરીકે સ્વીકારતા જ નથી.
૧૭ થી ૧૮ કરોડના વાર્ષિક વહીવટ ધરાવતા ગઢડા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટ પ્રમુખ એસ.પી. સ્વામિના સમર્થક બની જતા હવે રોજ રોજ નવા વિવાદ સામે આવી રહ્યા છે. એસપી સ્વામી કહે છે કે અમારી પહેલા અનેક ભ્રષ્ટાચાર અને અનૈતિક કામ થયા છે જે અંગે ક્યારેય અન્ય પદાધિકારીઓ દ્વારા નોટિસ આપવામાં આવી નથી. હવે વિરોધી લોકોના વધુ એક સીસીટીવી એસપી સ્વામી લઈને આવ્યાં છે. જેમાં તેમને હટાવવા અને પુરવાના નાશ અંગેની વાતો પણ છે.આ તમામ બાબતો સંદર્ભે એસપી સ્વામીએ હવે નોટિસ મોકલનાર રાકેશ પ્રશાદ સામે જ પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. જેમાં તેઓ આપેલી નોટીસનો જવાબ આપશે પણ તેઓ તેમની સામે થયેલી અરજીઓ મલીજ નથી તેવો દાવો કરી રહ્યા છે.
હરીજીવનદાસ સ્વામી બહાર ગામથી રાત્રીના સમયે પરત આવતા વહીવટી બોર્ડની ઓફીસમાં એસ.પી.સ્વામી, ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી અને પાર્ષદ રમેશ ભગત બેઠા હતા. ત્યારે પાર્ષદ રમેશ ભગત ચેરમેન હરીજીવનદાસની ખુરશીમાં બેઠા હતાં. ત્યારે ઓફિસમા આવેલા હરીજીવનદાસ સ્વામીને ત્રણેયે બેફામ ગાળો આપવા લાગ્યા હતાં. રમેશ ભગતના સમર્થનમાં એસ.પી. સ્વામીએ હરજીવનદાસ સ્વામીની પાસે આવીને ગાળો આપીને લોફો ઝીંકી દીધો હતો અને એસ.પી. સ્વામી સહિતના ત્રણેયે હરીજીવનદાસ સ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે હરીજીવનદાસ સ્વામીએ એસ.પી.સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
Recent Comments