લાઠી નગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી હેતુ વિજતંત્ર ના વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટ ના નાણાની નિયમિત ચુકવણી
પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પૈકી ની પીવાના પાણીની જરૂરીયાત તેમજ સ્ટ્રીટ લાઈટ ની સુવિધા નિર્વિને અવિરત મળતી રહે તે હેતુસર નગરપાલિકા એ આ બંને સુવિધા માટે નું વિજ બિલ એટલે કે વોટર વર્કસ અને સ્ટ્રીટલાઈટ માટે જે વિજ યુનિટ વપરાશ થાય છે તે નાણા નું ચુકવણું વિજ કંપની ને માસિક ધોરણે કરવાનું હોય છે . ઉપરોકત નાણા ભરપાઈ કરવામાં વિલંબ થયે વિજ તંત્ર દ્વારા કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરાતા પીવાના પાણી ની તથા સ્ટ્રીટલાઈટ ની સુવિધાઓ ખોરંભાઈ જાય છે . લાઠી નગરપાલિકા દ્વારા આ બાબતે જરૂરી સજાગતા રાખી આ બંને સુવિધાઓ માટે વિજતંત્ર ને દર માસે નિયમિત નાણા ની ચુકવણી કરી આપવામાં આવે છે . લાઠી નગરપાલિકા ના આ સુંદર વહિવટ થી પ્રજાની સુખાકારી સચવાઈ રહે છે . હાલમાં લાઠી નગરપાલિકા ઉપર વિજતંત્ર નું કોઈ લ્હેણું બાકી નથી .
Recent Comments