fbpx
રાષ્ટ્રીય

પંડિત બિરજૂ મહારાજને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે

કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ વિભૂષણ કથક નૃત્યકાર પંડિત બિરજૂ મહારાજને સરકારી આવાસ ખાલી કરવા કેન્દ્ર સરકારે આપેલી નોટિસ સામે દિલ્હી હાઈ કોર્ટે રોક લગાવી દીધી છે. કેન્દ્રની નોટિસ મુજબ પંડિત બિરજૂ મહારાજને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં સરકારી મકાન ખાલી કરવાનું હતુ.
જસ્ટિસ વિભુ બખરુની બેન્ચે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નોટિસ પર વધુ સુનાવણી સુધી રોક લગાવી હતી. આ નોટિસમાં કેન્દ્ર સરકારે કેટલાક જાણીતા કલાકારોને સરકારી મકાન ખાલી કરવા જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં તમામ પક્ષકારોની પ્રતિક્રિયા માંગી છે અને આગામી સુનાવણી ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ના યોજાશે.
અરજદાર બિરજૂ મહારાજના મતે તેમની ઉપલબ્ધિઓને લીધે સરકારી મકાન ફાળવાયું હતું. નોટિસ દ્વારા તેમને જાણ થઈ હતી કે તેમની ફાળવણી રદ કરવામાં આવી છે અને તેમને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી ઘર ખાલી કરવાનું છે. પંડિત બિરજૂ મહારાજના વકીલ અખિલ સિબ્બલે જણાવ્યું કે અન્ય કલાકારોને પણ મળેલી નોટિસ સામે સ્ટે મળી ગયો છે. સિબ્બલે આ અંગે કેટલાક પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.

Follow Me:

Related Posts