કોંગ્રેસ સતત મોદી સરકાર પર હમલાવર છે. હાલના સમયમાં ખેડૂતોના મુદ્દાને લઈને કોંગ્રેસ તરફથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જ્યારે હવ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિકાસના મુદ્દા પર મોદી સરકરાને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે આ વર્ષે મોદી સરકારે કેટલાક ઉદ્યોગપતિઓનું ૨૩ ખરબથી વધારેનું દેવું માફ કર્યું છે.
કોંગ્રેસ સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, ‘૨૩૭૮૭૬૦૦૦૦૦૦૦ રૂપિયાનું દેવું આ વર્ષે મોદી સરકાર કેટલાક ઉદ્યોગપતિઓનું માફ કર્યું. આ રકમથી કોવિડના મુશ્કેલય સમયમાં ૧૧ કરોડ પરિવારને ૨૦-૨૦ હજાર રૂપિયા આપી શકાયા હોત. મોદી જીના વિકાસનું સત્ય.’
આ પહેલા પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. હાલમાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએ મોદીએ દરેક વ્યક્તિના ખાતામાં ૧૫ લાખ અને દર વર્ષે ૨ કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું. નોટ બંધી યાદ અપાવતા રાહુલ ગાંધીએ કહ્યું- પીએમ મોદીએ કહ્યું હતું કે મને ૫૦ દિવસનો સમય આપો બધું સારું થઈ જશે. કોરોના વાયરસને લઈને પણ પીએમ મોદીએ કોરોના વિરૂદ્ધ યુદ્ધ જીતવા માટે ૨૧ દિવસનો સમય માગ્યો હતો. પણ એવું કંઈ જ થયું નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીના ખોટું બોલવાના લાંબા ઈતિહાસને કારણે ખેડૂતો તેમના પર વિશ્વાસ નથી કરી રહ્યા. ખેડૂતો સતત કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું, ‘ખેડૂતની આર્ત્મનિભરતા વગર દેશ ક્યારેય આર્ત્મનિભર ન બની શકે. ખેડૂત વિરોધી કાયદો પરત લો. ખેડૂતને બચાવો, દેશ બચાવો.
રાહુલ ગાંધીનો દાવો મોદી સરકારે આ વર્ષે ઉદ્યોગપતિઓનું ૨૩ ખરબ રૂપિયાનું દેવું માફ કર્યું

Recent Comments