fbpx
રાષ્ટ્રીય

સરકારે ફરજીયાત ફાસ્ટેગની સમયમર્યાદા વધારીને ૧૫ ફેબ્રુઆરી કરી

સડક પરિવહન મંત્રાલયે નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ભરવા માટે ફાસ્ટટેગને ફરજીયાત કરવાની ડેડલાઈન લંબાવીને ૧૫ ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે. કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શનને સરળ અને સુરક્ષિત બનાવવાની સાથે સાથે લાંબી લાઈનોમાંથી રાહત આપવા માટે તમામ ફોર વેહીલર વાહનો માટે ૧ જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત કરવાનો ર્નિણય લીધો હતો.
ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ ટેકનીક છે જે નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. આ ટેકનીક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશનના આચાર્ય પર કામ કરે છે. આ ટેગને વાહનની વિન્ડસ્ક્રીન પર મૂકવામાં આવે છે જેથી ટોલ પ્લાઝા પરના સેન્સર તેને વાંચી શકે. જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થાય છે ત્યારે ટોલ ચાર્જ ઓટોમેટિક કપાઇ જાય છે. આ માટે વાહનો અટકાવવાની જરૂર નથી. એક વખતના રજીસ્ટ્રેશન બાદ ફાસ્ટેગ ૫ વર્ષ માટે સક્રિય રહે છે. તેને ફક્ત સમયસર રિચાર્જ કરવાનું હોય છે.
તમારા વાહન માટે ફાસ્ટેગ ખરીદવું ખૂબ જ સરળ છે. નવી કાર ખરીદતી વખતે જ તમે વેપારી પાસેથી ફાસ્ટેગ મેળવી શકો છો.જૂના વાહનો માટે નેશનલ હાઇવેના પોઇન્ટ ઑફ સેલથી ખરીદી શકાય છે. આ ઉપરાંત તમે ખાનગી ક્ષેત્રની બૅન્કો પાસેથી ફાસ્ટેગ પણ ખરીદી શકો છો.ફાસ્ટેગનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર નહિં રહે. ઉપરાંત ચુકવણીની સુવિધાને લીધે કોઈએ તેમની પાસે રોકડ રાખવાની જરૂર નથી.

Follow Me:

Related Posts