fbpx
બોલિવૂડ

પૌત્રી આરાધ્યા સાથે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા દેખાયા મહાનાયક

૭૮ વર્ષીય મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેની ૯ વર્ષની પૌત્રી આરાધ્યા સાથે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા દેખાઈ રહ્યા છે. બિગ બીએ કેપ્શનમાં લખ્યું છે, ‘કાલે સવારે… અને જશ્નની શરૂઆત, પણ શેના માટે? આ માત્ર અન્ય દિવસ છે, એક અન્ય વર્ષ છે.. મોટી વાત છે. બેટર છે પરિવાર સાથે મ્યુઝિક બનાવવું. ફોટોમાં અમિતાભ અને આરાધ્યા સિંગિંગ કાઉચ પર દેખાઈ રહ્યાં છે.
ઐશ્વર્યા આરાધ્યા સાથે વાત કરી રહી છે અને તેને પ્રોસેસ વિશે જાણકારી આપી રહી છે. અભિષેક આરાધ્યા અને ઐશ્વર્યાની વચ્ચે ઊભેલો દેખાઈ રહ્યો છે. અમિતાભે આરાધ્યા સાથેની એક સેલ્ફી પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કેપ્શનમાં લખ્યું છે, ‘જ્યારે પૌત્રી અને દાદા સ્ટુડિયોમાં માઈક સામે આવે અને મ્યુઝિક બનાવે.’ બિગ બીએ આ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી આપી નથી.
હાલમાં બિગ બી ત્યારે ખૂબ ચર્ચામાં રહ્યા હતા, જ્યારે તેમણે એક ફેનની કોરોના કોલર ટ્યુન પર માફી માગી હતી. ફેને તેમને કોરોના કોલર ટ્યુન બંધ કરવા અપીલ કરી હતી. જવાબમાં બિગ બીએ લખ્યું હતું, ‘હું દેશ, પ્રાંત અને સમાજ માટે જે પણ કરું છું, ફ્રી કરું છું. તમને કષ્ટ થયું હોય તો ક્ષમાપ્રાર્થી છું. પણ આ વિષય મારા હાથમાં નથી.’

Follow Me:

Related Posts