અમરેલી

ધારી દશનામ સાધુ સમાજ સમાધી સ્થાનની ૮ લાખના ખર્ચે કાયાકલ્પ

ધારી તાલુકા સમસ્ત સાધુ સમાજ પ્રમુખ અને ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈની જહેમતનો રંગ

ધારી દશનામ સાધુ સમાજના* તારલા તરવૈયા નવયુવા નેતા અને સતત સમાજની ચિંતા કરતા ધારી શહેરના ઉપસરપંચ અને સમસ્ત સાધુ સમાજના પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈની સમાજ પ્રત્યે ફરજનિષ્ઠા અને સમર્પિત ભાવને લઈ દશનામ સાધુ સમાજ સમાધી સ્થાનની ૮ લાખના ખર્ચે કાયાકલ્પ થવા જઈ રહી છે

ધારી તાલુકા સમસ્ત સાધુ સમાજ પ્રમુખ અને ઉપસરપંચ તેમજ ભાજપ પક્ષનું અભિન્ન અંગ એવા જીજ્ઞેશગિરિ ગોસાઈની જહેમત રંગ લાવી છે દશનામ સાધુ સમાજ સમાધી સ્થાનની ૮ લાખના ખર્ચે કાયા પલટ થવા જઈ રહી છે સમાધી સ્થાનનો માર્ગ યોગીજી ઘાટને સાંકળતો ₹ ૪૦૦, ૦૦૦/- ચારલાખના ખર્ચે બ્લોક પેવીંગ થશે તેમજ દશનામ સાધુ સમાજ સમાધી સ્થાન ફરતે ₹ ૪૦૦, ૦૦૦/- ચારલાખના ખર્ચે કંપાઉન્ડ વોલ બંધાશે

દશનામ સાધુ સમાજની આ સાચી જરૂરિયાત અને માંગણીને લઈ તેમના જવાબદાર સદસ્ય જીજ્ઞેશગિરિ ગોસાઈ સતત પ્રયત્નશીલ હતા જેને લઈ એ.ટી.વી.ટી. એટલે અમારો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના હેઠળ દશનામ સાધુ સમાજને મીઠા ફળ ચાખવા મળશે આ યોજનાના સદસ્ય એવા પૂર્વધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનસુખભાઈ ભૂવા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચ જીતુભાઈ જોશી, જિલ્લા ભાજપના પૂર્વમંત્રી હિતેશભાઈ જોશી, ખીચા ગામના સરપંચ નરેશભાઈ ભૂવા સમક્ષ જીજ્ઞેશગિરિ ગોસાઈની વ્યાજબી સામાજીક માંગણી સંતોષાય જવા પામેલ હતી પોતાની નાની ઉંમરમાં સમાજ માટે જીજ્ઞેશગિરિ ગોસાઈએ ઘણુ યોગદાન આપ્યું છે એ બદલ જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઈ વાળા અને તેમના પરમ મિત્ર કેતનભાઈ સોનીએ અભિનંદન પાઠવ્યા છે તેમજ તેમની સાર્વત્રિક પ્રશંસા થઈ રહી છે જીજ્ઞેશગિરિ ગોસાઈ પોતે સાધુ સમાજના હોય અને બધા સમાજના તમામ લોકોના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય તેમજ તેઓ ગજબની લોકચાહના ધરાવે છે અને અડધી રાતનો હોંકારો છે.

Related Posts