fbpx
અમરેલી

છતીસગઢના મુખ્‍યમંત્રી ભુપેશ બુધેલના પિતાજી ઓલ ઈન્‍ડિયા કુર્મીસમાજના પ્રમુખ નંદકુમાર બુધેલ સાથે હરેશ બાવીશીની મુલાકાત

છતીસગઢના મુખ્‍યમંત્રી ભુપેશ બુધેલના પિતા તથા અખિલ ભારતીય કુર્મી સમાજના પ્રમુખ
નંદકુમાર બધેલ સાથે સર્કિટ હાઉસ ખાતે એક કલાકની સુચક મુલાકાત હરેશ બાવીશીએ
કરી હતી. ઓલ ઈન્‍ડિયા કુર્મી મહાસભાના અઘ્‍યક્ષ તથા છતીસગઢના માન.મુખ્‍યમંત્રી ભુપેશ
બુધેલના પિતાજી માન.નંદકુમાર બુધેલ અમરેલીની મુલાકાત દરમિયાન ડાયનેમિક ગ્રુપ ના
પ્રમુખ હરેશ બાવીશીએ અમરેલી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત લઈને નંદકુમાર સાથે ભારત,
ગુજરાતના કુર્મી સમાજના સંગઢનની ચર્ચા કરી હતી. પોતાની મુલાકાતમાં
માન.નંદકુમાર બુધેલે સમગ્ર ભારતના કુર્મી સમાજના સંગઠનની આગામી રણનીતી
જણાવીને આવનારા દિવસોમાં કુર્મી સમાજની શકિત અને સંગઠન મજબુત કરવા વધુમાં
વધુ યુવાશકિતનો ઉપયોગ કરવામાં આવશે તેમ જણાવ્‍યુ હતું. સાથે સાથે છતીસગઢ
વિધાનસભાની મુલાકાત લેવા આમંત્રણ આપ્‍યુ હતુ.

Follow Me:

Related Posts