આજે તા. ૫ જાન્યુઆરીના ધારી ખાતે અને આવતીકાલે તા. ૬ ના ચલાલા ખાતે નારી સંમલેનનું આયોજન
રાજ્ય મહિલા આયોગ અને અમરેલી વહીવટી તંત્ર દ્વારા આજે તા. ૫ જાન્યુઆરીના લુહાણા મહાજન સમાજની વાડી ધારી ખાતે અને આવતીકાલે તા. ૬ ના બ્રહ્મસમાજની વાડી ચલાલા ખાતે નારી સંમલેનનું આયોજન કરવામાં આવ્યું છે. નારી અદાલતના પ્રચાર પ્રસાર માટે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી આપી શકાય તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહિલાઓને બંધારણથી મળેલ હકો તથા અધિકારીઓની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત મહિલા બાળ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ અને સમાજ સુરક્ષાને લગતી વિવિધ મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવામાં આવશે.
Recent Comments