fbpx
રાષ્ટ્રીય

ભાજપ સાંસદ અર્જુન સિંહનું વિવાદાસ્પદ નિવેદન અમે નથી ઇચ્છતા કે મમતા બેનર્જીના ભત્રીજાની લોકોની સહાનુભૂતિ માટે હત્યા થાય

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇ રાજકારણ બરાબરનું ગરમાયું છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને અત્યારે મુખ્ય વિપક્ષી દળની ભૂમિકા નિભાવી રહેલા ભાજપની વચ્ચે જાેરદાર જુબાની જંગ ચાલુ છે. આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળની બેરકપુર લોકસભા સીટ પરથી ભાજપ સાંસદ અર્જુન સિંહએ મમતા બેનર્જીને લઇ આપત્તિજનક નિવેદન આપ્યું છે.
અર્જુનસિંહે કહ્યું કે જાે મમતા બેનર્જીને હત્યાને લઇ આશંકા છે તો તેમણે વડાપ્રધાનને પત્ર લખવો પડશે અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી સુરક્ષા કવર પ્રાપ્ત કરવું પડશે. અમે નથી ઇચ્છતા કે તેના ભત્રીજાની બંગાળના લોકોની સહાનુભૂતિ માટે હત્યા થાય.
ખરેખર ડિસેમ્બરમાં મમતા સરકારના મંત્રી સુબ્રત મુખર્જીએ કહ્યું હતું કે જાે ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતતું નથી તો મમતા બેનર્જીની હત્યા કરાવી શકે છે. ત્યારબાદથી પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. ભાજપ અને તૃણમૂલના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણના અવારનવાર અહેવાલો મળી રહ્યા છે. જેમાં બંને પક્ષોના કેટલાંય કાર્યકર્તાઓના મોત પણ થઇ ચૂકયા છે.

Follow Me:

Related Posts