લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં નવી એમ્બ્યુલન્સ ફાળવવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ને પત્ર પાઠવી ને રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
પોતાના વિધાનસભા મત વિસ્તાર લીલીયા તેમજ આજુ બાજુના ગામોના લોકો દ્વારા અમોને અવાર નવાર ફરિયાદો મળી રહી હતી કે લીલીયા CHC( સામુહિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટર માં એક પણ એમ્બ્યુલન્સ નાં હોવાથી દર્દીઓને CHC (સામુહિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટર સુધી લઇ જવા કે બીજી જગ્યાએ રીફર કરવામાં આવે ત્યારે દર્દીઓ ખુબજ હેરાન પરેશાન થવું પડે છે. જેના કારણે કયારેક ઈમરજન્સી થી દર્દીને સારવાર માટે ખુબજ જરૂરિયાત હોવા છતાં એમ્બ્યુલન્સ નાં અભાવે લોકોને બહાર થી પ્રાઇવેટ વાહન બાંધીને CHC સેન્ટર થી અન્ય જગ્યાએ જવામાં ઘણો સમય જવાથી દર્દી નું આકસ્મિત રસ્તામાંજ મૃત્યુ કે ખુબજ સીરીયસ સ્થતિમાં મુકાઇ જાય છે. જેના કારણે તેમના પરિવાર જનો ને ખુબજ મુશ્કેલીઓ પડે છે જેને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા ગુજરાત રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ને પત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે લીલીયા CHC ( સામુહિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટર માં એક નવી એમ્બ્યુલન્સ ફાળવવા ની ભલામણ સાથે રજૂઆત કરવામાં આવેલ છે.
Recent Comments