જદયુના જ ધારાસભ્ય ગોપાલ મંડલના દાવાથી ખળભળાટ છ માસમાં નીતિશ સરકાર ગબડી જશે અને તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશ
બિહાર વિધાનસભાની ચૂંટણી પૂરી થયાને હજુ માંડ બે માસ થયા છે ત્યાંજ બિહારના રાજકારણ માં ખટપટ શરૂ થઇ ગઇ. મુખ્ય પ્રધાન નીતિશ કુમારના જદયુ પક્ષના જ એક ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું હતું કે છ માસમાં નીતિશ કુમાર ગબડી જશે અને તેજસ્વી યાદવ મુખ્ય પ્રધાન બનશે. તમે જાે જાે.તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હું પોતે પણ બળજબરી અને ગુંડાગીરી (મસલ પાવર)થી ધારાસભ્ય બન્ચો છું. અત્યાર અગાઉ તેજસ્વી યાદવ અને એની માતા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ એવો અણસાર આપ્યો હતો કે જદયુના ૧૭ ધારાસભ્યો નીતિશ કુમારને ઊથલાવવા અને તેજસ્વીને મુખ્ય પ્રધાન બનાવવા ઉત્સુક હતા.
ગોપાલ મંડલ ભાગલપુરની ગોપાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમણે પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો કે છ માસમાં નીતિશ કુમારની સરકાર ગબડી પડશે અને તેજસ્વી યાદવ મુખ્ય પ્રધાન બનશે. અત્રે એ યાદ કરવા જેવું છે કે તેજસ્વી યાદવનો રાજદ પક્ષ બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બન્યો કે તરત તેણે નીતિશ કુમારને પોતાની સાથે જાેડાઇને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. ભાજપે જદયુને અન્યાય થાય એવું વર્તન કર્યું ત્યારે પણ તેજસ્વીએ નીતિશ કુમારને તેડું મોકલ્યું હતું કે મને મુખ્ય પ્રધાન બનાવો તો હું હવે પછીની સંસદીય ચૂંટણીમાં તમને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવીશ.
જાે કે અગાઉ એકવાર લાલુ યાદવ સાથે ગઠબંધન કરીને પસ્તાયેલા નીતિશ કુમાર આ વખતે આવી કોઇ લાલચમાં આવ્યા નહીં. એમને એમ લાગે છે કે રાજદ કરતાં ભાજપ સાથે રહેવું વધુ સારું.
Recent Comments