fbpx
રાષ્ટ્રીય

પહેલા વડાપ્રધાન મોદી લગાવે કોરોના વેક્સીન, પછી અમે લગાવડાવીશુંઃ તેજ પ્રતાપ


ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ સમગ્ર ભારતમાં ફેલાઈ ચૂક્યો છે. જાે કે નવા વર્ષમાં એક રાહતના સમાચાર આવ્યા જ્યાં ડીસીજીઆઇની સીરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકની વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. એવામાં જલ્દી દેશભરમાં રસીકરણ શરૂ થઈ જશે. કોરોના વેક્સીન માટે રાજનીતિ પણ જાેરદાર થઈ રહી છે. અખિલેશ યાદવ બાદ હવે રાજદ નેતા અને લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપે કોરોના વેક્સીન માટે એક માંગ સરકાર સામે કરી છે.તેજ પ્રતાપ યાદવના જણાવ્યા મુજબ કોરોના વાયરસની જે વેક્સીનને મંજૂરી મળી છે તેની સાથે તેમને કોઈ વાંધો નથી પરંતુ વેક્સીન લગાવતા પહેલા તેમની એક શરત છે જે પીએમ મોદી પૂરી કરી શકે છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસની જે વેક્સીનને મંજૂરી મળી છે તેને જાે પીમ મોદી લગાવી લે તો તે પણ લગાવી લેશે. તેજ પ્રતાપે નીતિશ સરકાર પર પણ નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે બિહારમાં કાયદો-વ્યવસ્થાનુ રાજ ખતમ થઈ ગયુ છે અને ત્યાં સરકાર નામની કોઈ વસ્તુ નથી.

Follow Me:

Related Posts