ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો, ઓસ્ટ્રેલિયાના જીતવાના મનસૂબા પર પાણી ફરી વળ્યું વેલ ડન ટીમ ઇન્ડિયાઃ સિડની ટેસ્ટમાં વિહારી-અશ્વિન ભારત માટે દિવલ બન્યા
ઓસ્ટ્રેલિયાએ આપેલા ૪૦૭ રનના ટાર્ગેટ સામે ભારતે પાંચ વિકેટે ૩૩૪ રન કર્યા, પૂજારા ૭૭ તો પંતે ૯૭ રન ફટકાર્યા
ટેસ્ટ મેચ ડ્રો કરાવવામાં અશ્વિન-વિહારીનું સૌથી મોટું યોગદાન, વિહારીએ ૧૬૧ બોલમાં ૨૩ અને અશ્વિને ૧૨૮ બોલમાં ૩૯ રન ફટકાર્યા
પાંચ વિકેટ ગુમાવ્યા બાદ વિહારી અને અશ્વિને ૩.૫ કલાક સુધી ૪૩ ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી, છઠ્ઠી વિકેટ માટે ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ કરી
ચાર ટેસ્ટ મેચની સિરીઝ ૧-૧ની બરાબરી પર, અંતિમ ટેસ્ટ ૧૫ જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો થઇ છે. આ મેચને ડ્રો કરાવવામાં આર અશ્વિન અને હનુમા વિહારીનું મોટું યોગદાન રહ્યું. હનુમા વિહારી અને અશ્વિને ૨૫૬ બોલમાં અણનમ ૬૨ રનની પાર્ટનરશિપ કરી હતી. હનુમા વિહારીએ ઇજાગ્રસ્ત હોવા છતાં ૧૬૧ બોલમાં ૨૩ રન કર્યા હતા.
હનુમા વિહારીને બીજી પારીમાં બેટિંગ દરમિયાન ઇજા પહોંચી હતી. તે રન પણ દોડી શકતો નહોતો. પરંતુ તેમ છતાં તેણે મેચ ડ્રો કરાવી હતી. હનુમા વિહારીની આ પારીના વખાણ આઇસીસીએ પણ કર્યા છે.
આઇસીસીએ ટિ્વટ કરી સિડની ટેસ્ટ મેચના પાંચમાં દિવસે હનુમા વિહારીના ઉત્સાહને સલામ કર્યો છે. રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ છઠ્ઠી વિકેટ માટે ૨૫૮ બોલમાં ૬૨ રનની ભાગીદારી કરી. અશ્વિને ૧૨૮ બોલમાં ૭ ફોરની મદદથી ૩૯ રન કર્યા. જ્યારે વિહારીએ ૧૬૧ બોલમાં ૪ ફોરની મદદથી ૨૩ રન કર્યા. આ છઠ્ઠી વિકેટ માટે બોલના માર્જિનથી સૌથી મોટી પાર્ટનરશિપ છે.
ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને ૪૦૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાંચમાં દિવસે ભારતે બીજી પારીમાં પાંચ વિકેટ ગુમાવી ૩૩૪ રન કર્યા. દિવસના અંતે એક ઓવર બાકી રહેતાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને મેચ ડ્રો કરવાની જાહેરાત કરી હતી. હવે ૧૫ જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ રમાશે.
જ્યારે પ્રથમ પારીમાં પેટ કમિંસના બોલ પર ઇજાગ્રસ્ત થયેલા ઋષભ પંતે ૧૧૮ બોલમાં ૯૭ રન કર્યા હતા. જેના કારણે ઓસ્ટ્રેલિયાના જીતના સપના પર પાણી ફરી વળ્યું હતું. ઉપરાંત અશ્વિને ૧૨૮ બોલમાં ૩૯ રનની અણનમ પારી રમી. ભારતને જીત માટે ૪૦૭ રનની જરૂર હતી. પરંતુ ચોથા દિવસે રોહિત શર્મા (૫૨) અને શુભમન ગિલ (૩૧) રને આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત લાગવા લાગી હતી.
જ્યારે પાંચમાં દિવસે શરૂઆતની છ ઓવરમાં ભારતના કેપ્ટન અજિંક્ય રહાણે વિકેટ ગુમાવી હતી. રહાણે ચોથા દિવસના સ્કોરમાં એક રન પણ ન કરી શક્યો અને ચાર રને જ પેવેલિયન પરત ફર્યો હતો. રહાણે આઉટ થતાં ઓસ્ટ્રેલિયાની જીત દેખાઇ રહી હતી. પરંતુ તે બાત પુજારા અને પંતે ચોથી વિકેટ માટે ૧૪૮ રનની ભાગીદારી કરી હતી.
પુજારા ૨૦૫ બોલમાં ૭૭ રન કરી જાેશ હેઝલવુડના બોલ પર આઉટ થયો. જ્યારે પંતે ૧૧૮ બોલમાં ૯૭ રન કર્યા હતા. જે બાદ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને પારી સંભાળી અને મેચ ડ્રો સુધી ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ટીમ ઇન્ડિયાએ ૪૦ બાદ ટાર્ગેટ ચેઝ કરતાં ચોથી પારીમાં સૌથી વધુ ઓવર બેટિંગ કરી. આ પહેલાં ૧૯૭૯-૮૦માં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ૧૩૧ ઓવર બેટિંગ કરી મેચ બચાવી હતી. ઓવરઓલ ભારતે પાંચમી વખત સૌથી વધુ બેટિંગ કરી મેચ બચાવી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ૧૯૭૯માં ભારતે ૧૫૦.૫ ઓવર બેટિંગ કરી હતી.
Recent Comments