fbpx
રાષ્ટ્રીય

મકરસંક્રાતિ બાદ આરજેડી પોતાની બચાવી શકતી હોય તો બચાવી લેઃ ભૂપેન્દ્ર યાદવ બિહારના રાજકારણમાં ખળભળાટઃ ભાજપ-આરજેડી આમને-સામને

આરજેડીનો ભાજપ પર પલટરવાઃ બિહારમાં જાે સરકારને બચાવી શકે તો બચાવી લે

બિહારમાં ભલે સરકાર બની ગઇ હોય પરંતુ અહીં બધું જ બરાબર ચાલી રહ્યું નથી. નીતીશકુમાર ભાજપ પર નિશાન સાંધી રહ્યા છે તો રાષ્ટ્રીય જનતા દળ જેડીયુને તોડવાનો દાવો કરી રહ્યા છે. આ સિલસિલામાં હવે બિહાર ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવએ નવો દાવો કર્યો છે. ભુપેન્દ્ર યાદવે તેજસ્વી યાદવને કહ્યું કે મકરસંક્રાંતિ બાદ તેઓ પોતાની પાર્ટીને બચાવી શકે તો બચાવી લે નહીં તો તેમની પાર્ટીમાં તિરાડ પડવાનું નક્કી છે.
ભુપેન્દ્ર યાદવે કહ્યું કે આરજેડીમાં લાલુના પરિવારવાદથી નેતાઓમાં ગુસ્સો છે. તેમણે દાવો કર્યો કે સંક્રાંતિ બાદ તેમની પાર્ટી તૂટવાથી બચાવી શકશે નહીં. ભુપેન્દ્ર યાદવ રવિવારના રોજ પટના જિલ્લા કાર્યસમિતિની બેઠકના અંતિમ સત્રને સંબોધિત કરી રહ્યા હતા.
ભુપેન્દ્ર યાદવના દાવાનો જવાબ આપવા માટે આરજેડીની તરફથી પાર્ટી પ્રવકતા મૃત્યુંજય તિવારી સામે આવ્યા અને ભુપેન્દ્ર યાદવની ચેતવણીનો જડબાતોડ જવાબ આપ્યો. અમારી ચેલેન્જ છે ભાજપને બિહારમાં જાે સરકારને બચાવી શકે તો બચાવી લે. ભાજપ બહુ છટપટ કરશે તો કમુહુર્તામાં જ આરજેડી ખેલ પાડી દેશે અને ભાજપને રફેદફે કરી દેશે. આ આરજેડીની તરફથી ખુલ્લો પડકાર છે.
મૃત્યુંજય તિવારીએ ભુપેન્દ્ર યાદવને પ્રશ્ન પૂછયો કે શું આખરે બિહારમાં ૧૯ લાખ રોજગારીનું સર્જન, ધ્વસ્ત કાયદો વ્યવસ્થા અને વધતા ગુનાના મુદ્દા પર તેઓ પોતાની વાત કેમ કહેતા નથી?
મૃત્યુંજય તિવારીએ કહ્યું કે ભુપેન્દ્ર યાદવનું આરજેડીને બર્બાદ કરવાનું સપનું સપનું જ રહી જશે અને તેની પહેલાં જ ભાજપ બર્બાદ થઇ જશે.

Follow Me:

Related Posts