ગજેરા ટ્રસ્ટ દ્વારા શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવીલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓને પસંદગીનું ભોજન
શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવીલ હોસ્પીટલમાં કોરના દર્દીઓને પોતાની પસંદગી અનુસારનું બે ટાઈમનું ભોજન તથા સવારનો નાસ્તો પીરસવામાં આવે છે . સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓને પસંદગીનું ભોજન આપવામાં આવતુ હોય તેવી એક માત્ર હોસ્પીટલ એટલે સિવીલ જનરલ હોસ્પીટલ અમરેલી , કોરોના દર્દીઓને પસંદગીનું ભોજન આપવાથી દર્દીઓમાં એક નવી જ તાજગી જોવા મળે છે , દર્દીઓના ચહેરા પર હાસ્ય જોઈને મને પણ આનંદ થાય છે – વસંતભાઈ ગજેરા અમરેલી જીલ્લાના નાગરીકોને બીમારી નિવારણનું એક માત્ર કેન્દ્ર સ્થાન એવુ શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવીલ હોસ્પીટલમાં સંચાલનના આરંભથી દર્દીઓ તથા દર્દીઓ સાથે રહેલા પરિવારના સભ્યોનું એક વિશેષ પ્રકારે ધ્યાન રાખવામાં આવે છે . દર્દીઓની તબીબી સારવારની સાથે સાથે વિનામુલ્ય રકત , ડાયાલીસીસ , નાસ્તા સહીત બે ટાઈમ જમવાની વ્યવસ્થા , ૨૪ કલાક એમ્યુલન્સની સુવીધા ઉપરાંત મેટ્રોસીટીમાં અપાતી સારવારની તમામ સુવીધા અમરેલીમાં ઘરઆંગણે ઉભી કરીને સંચાલક તથા પ્રમુખ અને વતનના રતન , કેળવણીકાર માન.વસંતભાઈ ગજેરાએ જીલ્લાની જનતાની આરોગ્યની સતત ચિંતા અને ચિંતન કર્યુ છે ત્યારે શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવીલ જનરલ હોસ્પીટલમાં સુવીધાનું એક નવુજ મોરપીછ ઉમેરાયુ છે . જેમાં સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓને સવારનો નાસ્તો , બપોર તથા સાંજનું ભોજન દર્દીઓની પસંદગી અનુસાર આપવામાં આવે છે . અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપી રહેલ તમામ હોસ્પિટલોમાં એક માત્ર અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવીલ હોસ્પીટલ અમરેલી દર્દીઓને પુછીને પોતાને જે પસંદ હોય તે પ્રકારે અને તેવુ જ ભોજન આપતી હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના છે . દર્દીઓને પોતાની પસંદગી અનુસાર ભોજન મળવાથી ઈમ્યુનીટી પાવર પણ જડપથી વધતો હોય એવુ તથા જડપથી રીકવરી થતી હોય તેવું જણાય છે ત્યારે હોસ્પિટલના મુખ્ય સંચાલક , પ્રમુખ તથા જીલ્લાના છેવાડાના નાગરીકોના રદયમાં વતનના રતન તરીકે જેમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું સંચાલન લેવાનું મારો એક માત્ર ઉદેશ એ હતો કે મારા અમરેલી જીલ્લામાંથી જરૂરીયાતમંદ , ગરીબ દર્દી કે દર્દીના પરીજનોએ અમરેલી બહાર સારવાર માટે ન જવું પડે અને સમગ્ર જીલ્લાની ઘર આંગણે જ તમામ દર્દીની સારવાર વિનામુલ્ય પ્રાપ્ત થાય જે આજે મને સાર્થક થતુ લાગે છે અને કોરોના દર્દીઓના તથા તેમના પરિવારજનોના ચહેરા ઉપર હાસ્ય જોય ને મને ખુબ ખુશી થાય છે , અમો ટ્રસ્ટના માધ્યમથી સમગ્ર જીલ્લાની જનતાને તમામ પ્રકારની અતિઆધુનિક તબીબી સારવાર આપવા માટે કટીબધ હતા , છીએ અને હંમેશા રહીશું .
Recent Comments