લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ છેઃ મોદી
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/01/933486-20201024186l-1140x620.jpg)
વડાપ્રધાને સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિ પ્રસંગે યુવાનો સાથે વાત કરી
સ્વામી વિવેકાનંદે વ્યક્તિ નિર્માણની આપી અમૂલ્ય ભેટ, વંશવાદના ઝેરને રોકવા માટે યુવા રાજકારણમાં આવેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર દેશના યુવાનો સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેણે યુવાનોને કેટલાક ધ્યેયો આપ્યા, જવાબદારીઓ જણાવી અને રાજકારણમાં આવવાનું કહ્યું હતુ. તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં સંબોધન કર્યું હતું.વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે વંશવાદના રાજકારણને પણ નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય રાજવંશ દેશનો સૌથી મોટો દુશ્મન છે. તેને જડમૂળથી ઉખાડી નાંખવો પડશે. આ કામ યુવાનોએ જ કરવું પડશે. ઁસ્એ કહ્યું કે અગાઉ ભ્રષ્ટાચાર કેટલાક લોકોની ઓળખ બની ગયો હતો. હવે દેશ પ્રમાણિક વ્યક્તિઓને પ્રેમ આપી રહ્યો છે. જન પ્રતિનિધિઓ પણ સમજવા લાગ્યા છે કે સીવી મજબૂત હોવો જાેઈએ. હવે અટકની મદદથી ચૂંટણી લડનારા લોકોના દિવસો પૂરા થયા છે.રાજકારણમાં વંશવાદનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થતો નથી. કેટલાક લોકો હજી પણ સંપૂર્ણ શક્તિ સાથે તેમના કુટુંબને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વંશવાદથી આગળ વધી રહેલા લોકોને લાગે છે કે જાે તેમની પેઢીના ભ્રષ્ટાચારનો હિસાબ લેવામાં નહીં આવ્યો તો તેમનો પણ નહીં થાય. ન તો તેઓ કાયદા પર વિશ્વાસ કરે છે અને તેમને કાયદાનો ડર પણ નથી હોતો. યુવા પેઢીએ તેને બદલવાની જવાબદારી છે. દેશના સામાન્ય યુવાઓ રાજકારણમાં નહીં આવે, ત્યાં સુધી વંશવાદનું આ ઝેર આપણાં લોકતંત્રને નબળું કરતું રહેશે. લોકતંત્રને બચાવવા માટે આપ લોકોની રાજકારણમાં આવવું જરૂરી છે.પોતાનો સમય દેશની સેવામાં આપો. વિવેકાનંદજી કહેતા હતા કે આ યુવા પેઢીની સદી છે. આપણાં યુવાનોએ આગળ આવીને રાષ્ટ્રના ભાગ્ય વિધાતા બનવું જાેઈએ. માટે તમારી જવાબદારી છે કે ભારતનું ભવિષ્ય નક્કી કરો.રાજકારણ એ દેશને આગળ વધારવાનું શક્તિશાળી માધ્યમ છે. તેને યુવાનોની ખૂબ જ જરૂર છે. અગાઉ એવી ધારણા બની ગઈ હતી જાે યુવક રાજકારણ તરફ આગળ વધે તો ત્યારે પરિવારના સભ્યો કહેતા હતા કે છોકરો બગડી ગયો છે. લડવું, ઝઘડવું, લૂંટ ચલાવવી જેવા અનેક લેબલ લાગી જતાં હતા.આજે આપણે સ્વામી વિવેકાનંદ વિશે જેટલું જાણીએ છીએ, તેમાં સ્વામી શારદાનંદજીનું યોગદાન ઘણું છે. શારદાનંદજીએ એમ કહ્યું હતું કે યુવાનો જ એ પાયો છે જેના પર રાષ્ટ્રનું નિર્માણ થાય છે. દેશને આર્ત્મનિભર બનાવવાનું કામ યુવાનોએ જ કરવું પડશે. તમારામાંથી કેટલાક વિચારતા હશે કે હજી તો અમારી એટલી ઉંમર પણ થઈ નથી
Recent Comments